અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે (Donald Trump) G-7 દેશોમાં રશિયા અને ભારતને (India) જોડવાના પ્રયાસો શરૂ કર્યા છે. રશિયા ભલે હાલ તેમાં જોડાવવા માટે રૂચિ ન બતાવી હોય પણ ટ્રંપે પોતે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી આ પ્રસાવ અંગે ફોનમાં વાતચીત કરી છે. જોકે ભારતને આંતરાષ્ટ્રીય સ્તર પર ઓળખ મળે તે વાતથી ચીનથી (China) સહન નથી થતી. ચીને ભારતને ચેતવણી આપી છે કે તે અમેરિકાના સમર્થનમાં G-7 જોડાઇને આગથી રમવાનું કામ કરી રહ્યું છે. જેનું તેને મોટું નુક્શાન ભોગવવું પડશે.
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલી એક રિપોર્ટ મુજબ ટ્રંપ ભારત, રશિયા અને અન્ય કેટલાક દેશોને G-7માં જોડે તેને G-10 બનાવાના સપના જોઇ રહ્યું છે. આ પ્રસ્તાવમાં ભલે વિકસિત દેશોનો ફાયદો થાય પણ ભારતને આનાથી સ્પષ્ટપણે નુક્શાન છે. ચીનનું માનવું છે કે અમેરિક-ચીન તણાવને ધ્યાનમાં રાખીને ટ્રંપ આ પગલા ઉઠાવી રહ્યા છે. જેથી દરેક રીતે ચીનને દબાવી શકાય. ચીન મુજબ અમેરિકા ઇંડો પેસેફિક નીતિ હેઠળ ભારત મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે તે ભારતની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા જ નથી પણ એક તેની પાસે એક મોટી સેના પણ છે.
ગ્લોબલ ટાઇમ્સ મુજબ ભારતમાં વર્તમાન સરકાર પાવરની ભૂખી છે અને માટે જ તેને ટ્રંપનું આ કાવતરું નજરે નથી પડી રહ્યું. આ સિવાય ભારત ચીન સીમા વિવાદમાં પોતાને પાવરફૂલ બતાવવા માટે ભારત હવે G-7 અને અમેરિકા જેવા દેશોનો સહારો બની રહ્યો છે. ચીને આરોપ લગાવ્યો છે કે ભારત કેટલાક તેવા સંગઠન છે જે ચીનને લઇને અફવા ફેલાઇ રહ્યા છે. ભારત સરકાર પણ આવા સંગઠનો પર કાર્યવાહી કરવામાં અસફળ રહી છે. એશિયામાં જેમ જેમ ચીનની તાકાત વધી રહી છે. તેમ તેમ દુનિયાભરમાં તેનો ખોટા અભિયાનો કરી તેની છબી બગાડવાના પણ પ્રયાસો થઇ રહ્યા છે. G-7ને વધારેલા નવા પ્લાન પણ ચીનની વધતી તાકાતને રોકવાનો એક પ્રયાસ જ છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનનો મૈત્રીપૂર્ણ વ્યવહાર હોવા છતાં ભારત સતત તેને પોતાનું દુશ્મન માને છે. જેના કારણે બંને દેશો વચ્ચે તનાવ વધ્યો છે. ચીને ભારતને સલાહ આપી છે કે તેની ભલાઇ મિત્રતામાં છે નહીં કે ચીનથી દુશ્મની કરવામાં. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચીન ભારતને ખુલ્લી ધમકી આપી ચૂક્યો છે.
ચીને ભારતને ચેતવણી આપી છે કે અમેરિકી અને ચીનના આ નવા કોલ્ડ વોરમાં જો ભારત અમેરિકાના પક્ષમાં ગયો તો ચીનથી તેના વેપારી સંબંધો તેની આર્થિક વ્યવસ્થા માટે ધાતક સાબિત થઇ શકે છે. જો ભારત અમેરિકાનું પ્યાદુ બન્યો તો તેના પડોશી દેશો તેનાથી ટ્રેડ સંબંધો તોડી દેશે. અને તેનાથી ભારતની અર્થવ્યવસ્થાને મોટું નુક્શાન થશે. હાલ અર્થવ્યવસ્થાને નુક્શાન થવાથી ખરાબ ભારત માટે બીજું કંઇ નથી. ચીને કહ્યું કે અમે ફરી એક વાર સલાહ આપીએ છીએ કે ચીન સાથે પોતાના સંબંધો વિષે ભારત ગંભીરતાથી વિચારે અને આંતરિક રાષ્ટ્રવાદની ભાવનાથી બચે.