

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટેન્સ પછી ભારતે ચીની સામાનોને બેન કર્યા છે. ચીનથી આયાતને લઇને પણ ભારત સરકારે હવે સખ્તી રાખી રહી છે. વિદેશોથી પેકેજ્ડ આઇટમ આયાત કરતી ઇ કૉર્મસ કંપનીઓ, મૈન્યૂફૈક્ચરિંગ કંપનીઓ અને માર્કેટિંગ એજન્સી પર પણ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. હવે દરેક સામાન પર કંટ્રી ઓફ ઓરિઝન (Country Of Origin) નહીં જણાવ્યું તો તેની પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને સાથે જ એક વર્ષની જેલની કેદ પણ ખાવી પડશે.


ઉપભોક્તા મામલેના મંત્રાલયે આવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે સેન્ટ્રલ કંજ્યૂમર પ્રોટેક્શન એથોરિટીનું ગઠન કર્યું છે. કેન્દ્ર સરકારના નિર્દેશ પર આવી કંપનીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. મંત્રાલયે અતિરિક્ત સચિવના ચીફ કમિશ્નર અને બીઆઇએસના ડાયરેક્ટર જનરલને ઇનવેસ્ટિંગેટિંગ ઓફિસર બનાવ્યા છે.


કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે તેમણે તમામ ઇ કૉમર્સ કંપનીઓ અને રાજ્ય સરકારને લખ્યું છે કે પેકેજ્ડ કમોડિટીઝ રૂલ્સ મુજબ પ્રોડક્ટ પર કંટ્રી ઓફ ઓરિજન લખવું અનિવાર્ય છે.


આ મામલે TOIની ખબર મુજબ જો કોઇ મૈન્યુફૈક્ચર કે માર્કેટિંગ ફર્મ આનું પાલન નથી કરતી તો પહેલી વારમાં તેને 25 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. પછી 50 હજાર અને ત્રીજી વાર ભૂલ કરી તો 1 લાખ રૂપિયાનો દંડ કે એક વર્ષની જેલ. ઇ કૉમર્સ કંપનીઓ પર પણ આ નિયમ લાગુ થશે. તેમણે કહ્યું કે તેમણે પોતાની વેબસાઇટમાં આની ડિટેલ આપવી પડશે.