

ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. શાક અને ફળોના ભાવમાં પણ આના કારણે વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાંસપોટર્સનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો થયા પછી માલ પરિવહનનો ખર્ચો વધ્યો છે. જેના કારણે ગ્રાહકો માટે ઉત્પાદનોનું વેચાણ પણ મોંઘુ થયું છે.


દિલ્હીની બજારના વિક્રેતાએ કહ્યું માલ ભાડુ વધવાથી બજારમાં મોંધવારી દેખાઇ રહી છે. આ કારણે વેચાણ પણ ઓછું થયું છે. શાક અને ફળો સિવાય અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. જેનું સૌથી મોટું કારણ છે ડિઝલના ભાવમાં સતત 21 દિવસ સુધી જોવા મળતી તેજી.


ટ્રાંસપોર્ટર્સનું કહેવું છે કે 1 જૂન પછી અત્યાર સુધી મોંઘા ડિઝલના કારણે ટ્રકોએ પોતાનું ભાડું 10 થી 12 ટકા વધાર્યું છે. ટ્રકના ભાડાનો આ વધારો તે સમયે આવ્યું જ્યારે મોટાભાગના મૈન્યુફૈક્ચરર્સ લોકડાઉન પછી સપ્લાય વધરાવા પોતાના ઉત્પાદનોને વેચાણમાં વ્યસ્ત છે.


જો કે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાંસપોર્ટ કોંગ્રેસ (AIMTC)ના હવાલેથી કહીએ તો ડિઝલના ભાવ વધતા મોંધવારી પણ વધશે. જેની સૌથી વધુ અસર મીડિય ક્લાસ અને ગરીબ વર્ગના લોકો પર પડશે. ડીઝલની કિંમતોમાં વધારો થતા ટ્રકોની રનિંગ કોસ્ટમાં 20 થી 25 ટકા સુધીનો વધારો થયો છે. જો કે તમામ ટ્રક ઓપરેટર્સ ડિઝલના ભાવના વધારાથી ગ્રાહકો કે સપ્લાયર્સ સુધી નથી પહોંચાડી રહ્યા.


ઉલ્લેખનીય છે કે શનિવારે સતત 21માં દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની IOC દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, શનિવારે દિલ્હીમાં 1 લીટર પેટ્રોલના ભાવ 80.38 રૂપિયા અને 1 લીટર ડિઝલના ભાવ 80.50 રૂપિયા થયા છે. આ દિલ્હીમાં સૌથી અત્યાર સુધીના સૌથી મોંઘા ભાવ છે.