

સંજય જોષી, અમદાવાદ : રોના કહેર વચ્ચે રાજ્યની વિવિધ સામાજિક સંસ્થાઓ લોકોની મદદ માટે આગળ આવી છે ત્યારે અમદાવાદની પણ સંસ્થાઓએ નિરાધાર અને બેરોજગાર બનેલા શ્રમિકોની મદદ માટે હાથ લંબાવ્યા છે. અમદાવાદ શહેરમાં કાર્યરત સંસ્થા હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સીવીલ હોસ્પિટલના મેડીકલ પેરામેડિકલ સ્ટાફ સહિત સારવાર લઈ રહેલા દર્દીઓને ઘરે બનાવેલું હાઇજેનિક ભોજન પીરસવામાં આવ્યું.


હાલના વિકટ સમય માં જન જન સુધી અન્ન પહોંચાડવા સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે એચડી એફ આઈ સંસ્થા રોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાઇજેનિક ફુડ પહોંચાડી અને જરૂરિયાતમંદોનું પેટ ભરશે.


કોરોના ના કહેર સમયે અમદાવાદ શહેર જ નહીં આખું રાજ્ય દેશ અને દુનિયા ખુબજ લાચારી અનુભવી રહી છે સરકાર અને મેડિકલ સ્ટાફ તેની સામે ૨૪ કલાક ખડેપગે રહી કોરોનાંને ફાઇટ આપવા મક્કમ છે ત્યારે શહેરની સર્વોપરી સંસ્થાઓ આ ગંભીર પરિસ્થિતિમાં લોકોની સાથે અડીખમ ઊભી છે.


સંસ્થાએ અલગ-અલગ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને મદદ કરવાનું બીડું ઉપાડયું છે અને આમ પણ ગૌરવવંતી ગુજરાત પોતાના ખમીર માટે જાણીતું છે અને સંસ્થાઓ તથા ગુજરાતી હંમેશા આપત્તિના સમયે જન જન સુધી મદદ પહોંચાડવા હંમેશા તત્પર હોય છે જેનું આ ઉત્તમ ઉદાહરણ છે.