રશિયા, તુર્કી, ઇટાલી, સ્પેન, વિયેતનામ અને દક્ષિણ કોરિયામાં કોરોનાના કેસ 10 મિલિયનને વટાવી ગયા છે. આર્જેન્ટિનામાં 90 લાખ, નેધરલેન્ડમાં 79 લાખ, તો ઈરાનમાં કોરોનાના કેસ 71 લાખને પાર કરી ગયા છે. જાપાનમાં 68 અને કોલંબિયામાં 6 મિલિયન કેસ છે. ઈન્ડોનેશિયામાં પણ 60 લાખ કેસ છે. પોલેન્ડમાં 59 લાખ, મેક્સિકોમાં અત્યાર સુધીમાં 57 લાખથી વધુ કોરોના કેસ મળી આવ્યા છે. યુક્રેનમાં 49 લાખ કેસ છે.
બાંગ્લાદેશ અને સર્બિયામાં 19 લાખ, હંગેરીમાં 18 લાખ કોવિડ કેસ છે. જોર્ડન અને જ્યોર્જિયામાં 1.6 મિલિયન કોવિડ કેસ છે. પાકિસ્તાન અને સ્લોવાકિયામાં 1.5 મિલિયન કેસ છે. આયર્લેન્ડ, નોર્વે, કઝાકિસ્તાનમાં 1.3 મિલિયન કેસ છે. મોરોક્કો અને બલ્ગેરિયામાં 11 લાખ કોવિડ કેસ મળી આવ્યા છે. લેબનોન, ક્યુબા, ક્રોએશિયા, ટ્યુનિશિયા એવા દેશો છે જ્યાં કોરોના કેસની કુલ સંખ્યા 10 લાખથી વધુ છે.