કોરોના વાયરસની શરૂઆત જે દેશનાં થઇ હતી તેવા ચીનમાં હવે 5 થિયેટર ખોલવામાં આવ્યા છે. જ્યાં દુનિયાભરના થિયેટરો, મુવી હોલ કોરોના વાયરસના પ્રકોપના કારણે બંધ છે ત્યાં હવે ચીનના બીજિંગમાં થિયેટરોના પાછા ખોલવામાં આવ્યા છે. અને આમ થતા જ મોટી સંખ્યામાં લોકો પણ અહીં થિયેટર જોવા ઉમટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત સમેત અનેક દેશોએ લોકડાઉનમાં તો હળવાશ આપી છે પણ થિયેટરો પર હજી પણ તાળા લાગેલા જ છે. અનેક લોકોના મનમાં તો તે સવાલ ઊભો થતો હશે કે છેલ્લે તેઓ થિયેટરમાં ક્યારે ગયા હતા? ત્યારે ચીનમાં આજથી ફિલ્મો જોવા માટે થિયેટર ખોલવામાં આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણ શરૂ થયા પછી અહીં સોશિયલ ડિસ્ટસિંગ સાથે થિયેટર ખોલવામાં આવ્યા છે.