

મોદી સરકારે દેશની આત્મનિર્ભરતા વધારવા માટે અને આયાત ઓછી કરવા માટે ચીનથી જે સસ્તી ગુણવત્તાવાળા સામાન આવે છે તેનું લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું છે. મીડિયા સુત્રોથી મળેલી જાણકારી મુજબ વડાપ્રધાન કાર્યલયમાં હાલ એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ચીન પર આયાત નિર્ભરતા ઓછી કરવા અને આત્મ નિર્ભર ભારતને વધારવા માટેના કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અનેક મંત્રાલયના શીર્ષ અધિકારીઓએ ભાગ લીધો. ઉદ્યોગ અને આંતરિક વેપારને વધારતા વિભાગ (DPIIT)એ ઓછી ગુણવત્તાવાળા ચીની આયાત માટે નીતિગત ઉપાયો પર કામ કરી રહ્યું છે જેમાં ઘડી. સિગરેટ જેવી આઇટમો પણ સામેલ છે.


આ બેઠકમાં ભારત અને ચીનની વચ્ચે લદાખ સીમામાં તણાવ લઇને પણ ચર્ચા થઇ હતી. 15 જૂને ચીની પીપુલ્સ લિબરેશન આર્મી સાથે થયેલી ઝડપમાં 20 ભારતીય સૈનિકોએ શહીદ થયા છે.


આ બેઠકમાં DPIIT, વાણિજ્ય વિભાગ, આર્થિક મામલાના વિભાગો અને રાજસ્વ વિભાગના શીર્ષ અધિકારીઓએ ભાગ લીધો. DPIITએ ચીનમાં બનતા નિમ્ન ગુણવત્તાવાળી આયાતનું એક લિસ્ટ તૈયાર કરવાનું પણ કહ્યું છે. જેમાં સિગરેટ, તંબાકૂ, પેન્ટ અને વાર્નિશ, પ્રિન્ટિંગ સાહી, મેકઅપનો સામાન, શૈમ્પુ, હેરડ્રાયર, કાંચની વસ્તુઓ, ઘડિયાળ, ઇજેક્શનની શીશી સામેલ છે.


શનિવારે સીઆઇઆઇ, ફિક્કી અને એસોચેમ જેવા અનેક ઉદ્યોગ સંગઠનો સાથે આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. અને આયત શુક્લ પર સૂચનો આપવાનું પણ કહ્યું હતું. બેઠકમાં DPIIT અને રાજસ્વ વિભાગને ઓછામાં ઓછું 300 વસ્તુઓ પર સીમા શુક્લ વધારવા મામલે પણ ચર્ચા કરાઇ હતી.


અધિકારીઓએ ભારતીય ઉદ્યોગ પર ટેરિફ નીતિ પર પણ ચર્ચા કરી. કારણ કે અનેક ક્ષેત્ર પડોશી દેશોથી મધ્યવર્તી અને કાચા માલની આયાત કરે છે. ઓછી ગુણવત્તાવાળી આયાત સિવાય, ડીપીઆઇઆઇટીએ અલગથી સસ્તા આયાતિત સામાન પર ભારતીય ઉદ્યોગથી ટૈરિફ લાઇન ડેટાની માંગ કરી છે. જેથી કોઇ નીતિગત કાર્યવાહી કરીને આયાત વુદ્ધિને રોકી શકાય. ચીનની વિરુદ્ઘ આર્થિક નીતિ કાર્યવાહીને અંતિમ રૂપ આપવા માટે ઇન્ડિયા ઇંકથી પણ પ્રતિક્રિયા લેવામાં આવશે.


તેમણે જણાવ્યું કે આ સિવાય 2014-15 અને 2018-19ની વચ્ચે આયાતમાં વધારો થયો ચે. ભારતમાં આયાતમાં લગભગ 14 ટકા ચીની ભાગેદારી છે. જેમાં મોબાઇલ ફોન, દૂરસંચાર, વિજળી, પ્લાસ્ટિકના રમકડા અને ફાર્માસ્યુટિક ઉત્પાદનો જેવા સામાન સમાવિષ્ટ છે. શનિવારે થયેલી આ બેઠકમાં આંતરાષ્ટ્રીય નિયમ આધારિત વ્યાપારિક માપદંડો પર પણ ચર્ચા થઇ. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના નિયમો મુજબ કોઇ પણ દેશ ખાલી રાષ્ટ્રીય સુરક્ષા, પર્યાવરણ અને સાર્વજનિક સ્વાસ્થય સુરક્ષા જેવી સીમિત પરિસ્થિતિઓમાં એક વિશિષ્ટ વ્યાપારિક ભાગીદારી વિરુદ્ઘ કસ્ટમ ડ્યૂટી વધારવાની અનુમતિ આપે છે.