

સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Coronavirus) પ્રકોપ અનેક લોકોને પોતાનો ભોગ બનાવી રહ્યા છે. લગભગ 5 મહીનાથી સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. અને મુંબઇ હજી પણ અનેક રીતે કોરોના કેસના સૌથી વધુ આંકડાઓ સામે લાવી રહી છે. આ વચ્ચે બોલિવૂડ (Bollywood) અને ટીવી (TV) ઇન્ડસ્ટ્રીમાં પણ અચાનક જ એક પછી એક અનેક સેલેબ્રિટી કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યાની ખબરો સામે આવી રહી છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા હતા. તે પછી તેમને નાણાંવટી હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને હાલ તેમની ત્યાં સારવાર ચાલી રહી છે. આ પછી બચ્ચન પરિવારમાં બે અન્ય લોકોના કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા છે. (Photo Credit- bachchan/Instagram)


અભિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચને રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સમગ્ર બચ્ચન પરિવારના ટેસ્ટ લેવામાં આવ્યા. જેમાં બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી પણ કોરોના પોઝિટિવ મળ્યા. આ વાતની જાણકારી ખુદ અભિષેક બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આપી છે. બચ્ચન ફેમલીમાં અત્યાર સુધી 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ઐશ્વર્યા અને તેમની પુત્રીને હાલ હોમ ક્વારંટાઇનમાં રાખવામાં આવી છે. અને અમિતાભ અને અભિષેક હોસ્પિટલમાં છે. Photo Credit- aishwaryaraibachchan_arb/Instagram)


બીજી તરફ અનુપમ ખેરના ઘરમાં પણ ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમની માતા દુલારી ખેર, ભાઇ રાજૂ, ભાભી અને ભત્રીજીને કોરોના પોઝિટિવ આવ્યા છે. અનુપમ ખેરે આ વાતની જાણકારી એક વીડિયો દ્વારા આપી હતી. (Photo Credit- anupampkher/Instagram)


સાથે જ ઇમરાન હાશ્મીની ફિલ્મ ઉંગલીમાં નજરે પડેલી અભિનેત્રી રેચલ વ્હાઇટ પણ કોરોના સંક્રમિત મળી છે. તે બાંગ્લા સિનેમામાં મોટું નામ ધરાવે છે. (Photo Credit- whitespeaking/Instagram)


વધુમાં એકતા કપૂરની બાલાજી ટેલી ફિલ્મસની એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેંટ તનુશ્રી દાસગુપ્તાના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અને તેની જાણકારી મળતા તે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેમની હાલ સ્થિર છે તેવું સુત્રોથી જાણકારી મળી છે. (Photo Credit- Tanusri Dasgupta/Facebook)