

સુશાંત સિંહ રાજપૂતની મોત પછી જાણીતા અભિનેતા રોનિત રોયે પોતાની ડિપ્રેશન અને દારૂની લત વિષે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે મેં પોતાના કેરિયરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રોનિત રૉયે પોતાની સ્ટ્રગલની વાત કહી તો લોકો ચોંકી ગયા. રોનિત રૉયે કહ્યું એક સમય હતો જ્યારે તેમની પાસે કોઇ કામ નહતું. તે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. અને તેમના જીવનના આ ખરાબ સમયમાં તેમને દારૂની લત પણ લાગી ગઇ હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે તે આ બધાની બહાર આવ્યા.


રોનિત રૉયને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સારા એક્ટરમાંથી એક માનવામાં આવે છે. તેમણે બોલિવૂડની ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં જોરદાર કામ કર્યું છે. એક સમય હતો ત્યારે તે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને તેમને દારૂની લત પણ લાગી ગઇ હતી.


હિંદુસ્તાન ટાઇમ્સની ખબર મુજબ એક ઇન્ટરવ્યૂમાં રોનિત રોયે અનેક ચોંકવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું કે એક તેવો સમય હતો જ્યારે હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. અને ખૂબ જ દારૂ પીવા લાગ્યો હતો. 1992ના આ સમયમાં મારી ફિલ્મ જાન તેરે નામ રીલિઝ થઇ હતી. ફિલ્મ સારી ચાલી હતી અને બોક્સ ઓફિસ પર કમાણી પણ સારી કરી હતી. પણ તેમ છતાં મારી પાસે કોઇ કામ નહતું આવી રહ્યું.


હું એ હદે પરેશાન થઇ ગયો હતો કે મારી સામે જે ઓફર આવતી તેને હું વિચાર્યા વગર હા પાડી દેતો. જેના કારણે અનેક ફિલ્મો બની નથી અને જે બની તે ચાલી નહીં. હું ડિપ્રેશન અને દારૂની લતમાં જતો રહ્યો હતો. જો કે તેમાંથી બહાર આવવા માટે અને આજે તે જે સ્થિતિમાં છે તેના તે પોતાના ફેન્સને આભાર વ્યક્ત કર્યો છે.