

જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં ભારતીય સુરક્ષાબળોની અદ્ઘભૂત કામગીરીના કારણે આંતકવાદીઓની રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. ભારતીય સુરક્ષાબળોનો (Indian Security forces) એક પછી એક આંતકવાદીઓનો ખાતમો બોલાવીને આંતકીવાદીઓનો ગઢ કહેવાતા દક્ષિણ કાશ્મીરના પુલવામા સેક્ટરને આંતકીઓથી મુક્ત કર્યો છે. તમને જણાવી દઇએ ગત થોડા દિવસોથી જે રીતે ભારતીય સુરક્ષાબળોએ આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે તેનાથી કાશ્મીરના ત્રાલ ક્ષેત્ર હવે હિજ્બુલ મુઝાહિદ્દીનનો એક પણ સક્રિય આતંકવાદી નથી બચ્યો.


જમ્મુ કાશ્મીર પોલીસે ગુરુવારે ત્રાલ સેક્ટરમાં ત્રણ આંતકવાદીઓને મારવાનો દાવો કર્યો હતો. જે પછી દાયકા પછી આ ક્ષેત્રમાં હિજ્બુલ મુઝાહિદ્દીની કોઇ ઉપસ્થિતિ નથી રહી. દક્ષિણ કાશ્મીરના પુલવામા સેક્ટરમાં એક સમયે આંતકીઓનો ગઢ હતો. અહીં ત્રાલના આતંકી કમાન્ડર બુરહાન વાની અને જાકિર મૂસા જેવા ખૂંખાર આંતકવાદીઓ તેમનો ડર ફેલાવ્યો હતો.


જો કે ભારતીય સુરક્ષાબળોએ હાલમાં તેને મોતને ઘાટ ઉતાર્યો છે. શુક્રવારે ત્રાલના ચેવા અલ્લાર વિસ્તારમાં 3 આતંકીઓ ઢેર કર્યા પછી કાશ્મીર ઝોનના આઇજી વિજય કુમારે જણાવ્યું કે હવે આ વિસ્તારમાં હિજ્બુલ મુઝાહિદ્દિનનો એક પણ સક્રિય આતંકી નથી બચ્યો. તેમણે જણાવ્યું કે 1989માં ત્રાલમાં સક્રિય હતા પણ હવે અહીંના તમામ આતંકી માર્યા ગયા છે.


પોલીસે ગુપ્તચર વિભાગની જાણકારી મુજબ અવંતીપોરના ત્રાલમાં કેટલાક આતંકી છુપાયાની વાત મળી હતી. અને તે કોઇ મોટી સાજીશને અંજામ આપવાના હતા. ગુરુવારે શામ સેના, સીઆરપીએફ અને પોલીસની ટીમે આ વિસ્તારમાં તલાશી અભિયાન ચલાવ્યું અને સેનાના બિગ્રેડિયર વી મહાદેવને જણાવ્યું કે આતંકીઓને સરેન્ડર કરવાનું કહ્યું પણ તેમણે ફાયરિંગ કરતા જીવાબી કાર્યવાહીમાં 3 આંતકીઓને મોતને ઘાટ ઉતાર્યા.


ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ભારતીય સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે દર રોજ ક્યાંક ને ક્યાંક હિંસક અથડામણ થતી રહે છે. જમ્મુ કાશ્મીરમાં આ મહિનામાં 15 એનકાઉન્ટરમાં અત્યાર સુધીમાં 46 આતંકીઓ મારા ગયા. ગુરુવારે બારામૂલાના સોપોર વિસ્તારમાં 2 આતંકી માર્યા ગયા. આતંકીઓ મારવાની સાથે તેમને મદદ કરતા લોકોને પકડવાનું કામ પણ ચાલુ છે. બડગામના નરબલ વિસ્તારમાં બુધવારે લશ્કર એ તૈયાબાના 5 મદદગારોને પણ પકડવામાં આવ્યા હતા.