અમદાવાદ : Gujarat Coroanupdates : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1144 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13,535 પર પહોંચી ગઈ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં દર્દીઓ 873 સાજા પણ થયા છે. આમ રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 43,195 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24 દર્દીનાં દુખદ નિધન થયા છે, જેના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીનાં મોતની સંખ્યા 2396 પર પહોંચી ગઈ છે.(પ્રતિકાત્મક તસવીર)
જ્યારે વલસાડમાં 19, નર્મદામાં 18, પાટણમાં 18, નવસારીમાં 17, જામનગરમાં 19, પરોબંદરમાં 14, સાબરકાંઠામાં 14, કચ્છમાં 13, મહીસાગરમાં 12આણંદમાં 10, બનાસકાંઠા,ખેડા, પંચમહાલ અને તાપીમાં 10-10 કેસ નોંધાય છે. આ ઉપરાંત બોટાદ, ગીરસોમનાથમાં 8-8 કેસ નોંધાયા છે, જ્યારે છોટાઉદેપુરમાં 2 અને અરવલ્લી, ડાંગ, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ અને અન્ય રાજ્યના 10 કેસ મળીને કુલ 1144 કેસ નોંધાયા છે.(પ્રતિકાત્મક તસવીર)