સુરત : સુરતમાં કોરોનાના દર્દી (Surat corona cases) સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 302 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 176 જયારે ગ્રામીણ વિસ્તારમાં 126 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા : 28,560 પર પહોંચી છે. જયારે આજે 5 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 919 પર પહોંચ્યો છે, તેવામાં આજે 272 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 302 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 176 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 21143 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 126 કેસ સાથે દર્દી સંખ્યા 7417 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 28,560 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 917 થયો છે. જેમાંથી 247 મૃત્યુ જિલ્લાના છે અને 672 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 162 જ્યારે જિલ્લામાં આજે 112 દર્દીને રજા આપતા, કુલ 272 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 25,135 જેમાં ગ્રામ્ય વિસ્તારના 6103 દર્દી છે.