

બોલિવૂડ એક્ટર રણભીર કપૂરનો જન્મ આજે 28 સપ્ટેમ્બરનાં રોજ થયો છે. તેણે તેનાં ફિલ્મી કરિઅરની શરૂઆત સાંવરિયા ફિલ્મથી કરી હતી. જે બોક્સ ઓફિસ પર કંઇક ખાસ ન કરી શકી. આ બાદ ફિલ્મોથી વધુ રણબીર તેનાં અફેરને કારણે ચર્ચામાં રહ્યો હતો. એટલું જ નહીં ઘણી વખત ફિલ્મોમાં કરતાં તે તેનાં પર્સનલ સંબંધોને કારણે ચર્ચામાં રહ્યો છે.


કોફી વિધ કરણમાં સોનમે રણબીરને લઇને એક એવી વાત કહી દીધી હતી જે ઘણાં સમય સુધી ચર્ચામાં રહી હતી. સોનમે કહ્યું હતું કે, રણભીર કપૂર મારો સારો મિત્ર છે પણ તે એક સારો બોયફ્રેન્ડ હશે તે અંગે હું કંઇ કહી ન શકું. સોનમનાં આ નિવેદન પર ઘણાં કયાસ લગાવવામાં આવ્યા હતાં.


રણબીર કપૂર અને કેટરિના કૈફ વચ્ચે 'અજબ પ્રેમ કી ગજબ કહાની' દરમિયાન નજદીકિયા વધી હતી. પણ બંનેએ તેમનાં રિલેશન પર ચુપ્પી સાધેલી હતી. આ સંબંધનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેમની એક તસવીર વાઇરલ થઇ. કેટલાંક દિવસો સુધી તેઓ બંને લિવ-ઇનમાં પણ રહ્યા હતાં. જોકે વર્ષ 2016માં તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતું.


'જગ્ગા જાસૂસ' ફિલ્મમાં ગોવિંદાનાં રોલને લઇને રણબીર કપૂર વિવાદમાં હતો, વાત છે કે 'જગ્ગા જાસૂસ' ફિલ્મમાં ગોવિંદાનો એક અહમ રોલ હતો પણ બાદમાં રણબીર દ્વારા સ્ક્રિપ્ટમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો જેને કારણે ગોવિંદાનાં સીન હટાવી દેવામાં આવ્યાં. તે બાદમાં આ ફિલ્મનો ભાગ ન હતો.


આ તમામ વાતોથી ગોવિંદા નારાજ થઇ ગયો હતો તેણે ટ્વિટ કરીને ડિરેક્ટર પર ખુબજ ભડાસ કાઢી હતી. રણબીર કપૂર પોતે આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર હતાં અને તેણે ગોવિંદાનો રોલ કટ કરવા બદલ બાદમાં માફી પણ માંગી હતી.


દીપિકા સાથેનાં તેનાં રિલેશન જગજાહેર છે. દીપિકાએ તેનાં નામનું ટેટૂ પણ ત્રોફડાવ્યું હતું. પણ રણબીરનો દિલફેક અંદાજ અને પ્રેમમાં દગો દેવાને કારણે દીપિકા અને રણબીરનાં સંબંધોનો અંત આવ્યો. કહેવાય છે કે દીપિકા સાથે જ્યારે તે રિલેશનમાં હતો ત્યારે જ તે કેટરિનાને ડેટ કરતો હતો જે વાત દીપિકાને માલૂમ થતા તેણે બાદમાં આ સંબંધો તોડી નાખ્યા હતાં.