દુનિયામાં ડ્રોનના બજાર પર ચીનનો કબજો
મોટાભાગે લોકો ફિલ્મ મેકિંગ, સ્પોર્ટ્સ ઈવેન્ટ વીડિયોગ્રાફી, વિદેશોમાં કૃષીમાં એક્સપેરિમેન્ટ માટે અને રિયલ સ્ટેટ માટે તેનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે હવે લોકો ફોટોગ્રાફી, ટ્રાવેલિંગ અને મનોરંજન માટે પણ ખરીદવા લાગ્યા છે.


ભારતમાં એવિશન મિનિસ્ટ્રીએ ડ્રોન ઉડાડવાને લઈ નવા નીતિ-નિયમ જાહેર કર્યા છે. નવા આદેશમાં ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપાર માટે ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં જ ડ્રોનને લઈ ઘણી દિવાનગી વધી છે. વ્યવસાયયથી લઈ શોખ માટે આનો ઉપયોગ વધી રહ્યો છે. તો જોઈએ ડ્રોનમાં શું ફિચર હોય છે, અને તેનું બજાર કેવી રીતે વધી રહ્યું છે?


ફિચર્સમાં ડ્રોનમાં ડેટા મોકલવાનું અને અન્ય ડિવાઈસથી કનેક્ટ કરવા માટે વાઈ-ફાઈ હોય છે. આ સિવાય રેકોર્ડિંગ માટે એચડી વીડિયો કેમેરા, કેમેરા સ્થિર બનાવવા માટે જાયરોસ્કોપ અને હવામાં ડ્રોન ઉભુ રાખવા માટે પ્રેશર સેંસર હોય છે. સાથે તેને મોબાઈલ એપ દ્વારા કંટ્રોલ કરી શકાય છે. આમાં જીપીએસ અને અલ્ટ્રાસોનિક અલ્ટીમીટર પણ હોય છે.


દુનિયામાં ડ્રોનની માંગ ખુબ વધી રહી છે. વર્ષ 2016 દરમ્યાન દુનિયામાં ડ્રોનના વેચાણમાં 57 ટકા વધારો થયો છે. 2 વર્ષની અંદર ડ્રોન ઈન્ડસ્ટ્રીઝની રેવન્યુમાં 1.2 અબજ ડોલર વધારો થયો છે. એવું અનુમાન છે કે, 2025 સુધીમાં આ 4.6 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. વર્ષ 2014માં દુનિયામાં 49 લાખ વેચાણ થયું. વર્ષ 2025 સુધીમાં 9 કરોડ ડ્રોન વેચાય તેવું અનુમાન છે.


ડ્રોન વેચવાના મામલામાં દુનિયા પર ત્રણ કંપનીઓનું રાજ છે. ચીનની કંપની DJIનો દુનિયામાં ડ્રોન બજાર પર 49 ટકા કબજો છે. આ કંપનીની વેલ્યુ 10 અબજ ડોલરથી વધારે છે. જ્યારે ફ્રાંસીસ કંપની પેરોટાનો 19 ટકા અને અમેરિકાની કંપની 3D રોબોટિકનો 7 ટકા બજાર પર કબજો છે.


શરૂઆતમાં શોખ માટે લોકો ડ્રોન ખરીદી રહ્યા હતા, કુલ ખરીદીમાં તેમની ભાગીદારી 69 ટકા હતી. જ્યારે અન્ય ઉપભોક્તાઓની સંખ્યા 30 ટકા હતી. મોટાભાગે લોકો ફિલ્મ મેકિંગ, સ્પોર્ટ્સ ઈવેન્ટ વીડિયોગ્રાફી, વિદેશોમાં કૃષીમાં એક્સપેરિમેન્ટ માટે અને રિયલ સ્ટેટ માટે તેનો ઉપયોગ કરી રહ્યા હતા. જ્યારે હવે લોકો ફોટોગ્રાફી, ટ્રાવેલિંગ અને મનોરંજન માટે પણ ખરીદવા લાગ્યા છે.