

મોટાભાગે માણસો આત્મહત્યા કરવા માટે ગળાફાંસો, ઊંચી ઇમારત ઉપરથી કૂદકો મારવો, દવા પીવી, ટ્રેન કે નદી કૂવામાં પડીને આત્મહત્યા કરે છે. પરંતુ ભરૂચમાં એક હચમચાવી દેનારી આત્મહત્યાની ઘટના બની છે. જેમાં કર્મચારીએ ફેક્ટરીમાં ધગધગતી ભઠ્ઠીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી ફેક્ટરીના અન્ય કામદારો હચમચી ગયા હતા. આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. (જય વ્યાસ, ભરૂચ)


મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના જંબુસરના ઉરછદ પાસે ક્રેશન ફાઉન્ડરી કંપની આવેલી છે. જેમાં હચમચાવી દે એવી આત્મહત્યાની ઘટના બની છે.


દ્રશ્યોમાં દેખાય છેકે, કંપનીમાં ભઠ્ઠી ઉંચા તાપમાન સાથે ધગધગી રહી છે. અને કામદારો આસપાસ કામ કરી રહ્યા છે.


ત્યારે સફેદ રંગનું શર્ટ પહેરીને એક કામદાર આવે છે અને થોડી વારમાં જ બાજુમાં ઊભેલા માણસો બચાવે તે પહેલા ધગધગતી ભઠ્ઠીમાં પડતું મુકે છે.