

ઓટો, ટેક્સી અને ઈ-રિક્ષા ચાલકોને સરકાર તરફથી મોટી રાહત આપવમાં આવી છે. સરકારે કોમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સની અનિવાર્યતાને ખતમ કરી દીધી છે. એટલે કે હવે ઓટો, ટેક્સી અને ઈ-રિક્ષા ચલાવનાર ડ્રાઈવર કોમર્શિયલની જગ્યાએ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ સાથે પણ આ ગાડી ચલાવી શકશે. જોકે, આમાં ટ્રક શામેલ નથી.


ડ્રાઈવર પોતાના પ્રાઈવેટ લાયસન્સ સાથે નાના વાહનો ચલાવી શકશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયના આદેશ અનુસાર હવે ઓટો. ટેક્સિ અને ઈ-રિક્ષા ચલાવવા માટે કોમર્શિયલ લાયસન્સની જરૂરત ખતમ કરી દેવામાં આવી છે.


જોકે, ટ્રક, બસ અને અન્ય બારે વાહનો માટે હજુ પણ કોમર્શિયલ ડ્રાઈવિંગ લાયસન્સની જરૂર રહેશે. આના માટે પરિવહન મંત્રાલયે દિલ્હી સહિત તમામ રાજ્યો માટે નવી એડવાઈઝરી જાહેર કરી છે.


આમાં કહેવામાં આવ્યું છે કે, 7500 કિલો કે તેનાથી ઓછા વજનવાળા વાહન ચલાવવા માટે કોમર્શિયલ લાયસન્સની જરૂરત નહીં રહે.