

ઝઘડિયાના નેત્રંગના કેલ્વીકૂવા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પહોંચેલી પોલીસે લાટીચાર્જ કરતકા ગ્રામજનો સાથે ઘર્ષણ થયું હતું. જેમાં પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિત આઠથી દસ લોકો ઘાયલ થયા હતા. ગામની ટ્રસ્ટની જમીન ખેતી કરવા વપરાતી હોવાનું ટ્રસ્ટીઓનું રટણ તેની સામે આ જમીન પડતર પડી રહી હોવાનું ગ્રામજનોએ જણાવી બીપીએલ લાભાર્થીઓ માટે આ જમીનની માંગણી કરવામાં આવી હતી. આ બનાવે ગામના જ બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. (જય વ્યાસ, ભરૂચ)


મળતી માહિતી પ્રમાણે કેલ્વીકૂવા ગામે વર્ષ 1962માં ધર્માદા સાર્વજનિક ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી હતી. સદર ટ્રસ્ટમાં 12 હેક્ટર ઉપરાંતની જમીન આવેલી છે. જેમાં ટ્રસ્ટી જગદીશભાઇ ધીરજભાઇ પટેલની ફરિયાદ અનુસાર આ જમીન ટ્રસ્ટીઓ તેમજ તેમના વારસદારોને હરાજી કરી ખેતી કામ માટે આપવામાં આવે છે. અને એમાંથી ઉપજેલી રકમ ધર્માદા કામ માટે વાપરવામાં આવે છે. જેમાં સોમવારના રોજ આ જમીનમાં ખેતી લાયક કામ કરવા જતા ગામના જ 40થી 50નું મહિલાઓ સહિતનું ટોળું ધસી આવ્યું હતું.


જે ટોળાએ ટ્રસ્ટીઓને ખેતી કામ કરતા અટકાવ્યા હતા. તેમજ ગ્રામજનો દ્વારા ખેતી કામ કરતા ટ્રેક્ટર ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. આમ કતા અટકાવા જતા ગામ ટોળાએ ટ્ર્સ્ટીઓ ઉપર પણ હુમલા કર્યા હતા. જે બનાવે કાયદો વ્યવસ્થા જાળવવા પહોંચેલી નેત્રંગ પોસઇ જાટ સહિતની ટીમે ટોળાને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો.


પોલીસ લાઠીચાર્જથી ગ્રામજનો સાથે રીતસરનું ઘર્ષણ શરૂ થયું હતું. જેમાં પોસઇ જાટ તેમજ ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત દસથી વધુ લોકો ઘવાયા હતા.


જ્યારે ગ્રામજનોની ફરિયાદ અનુસાર ધર્માદા સાર્વજનિક ટ્રસ્ટની જમીન વર્ષોથી પડતર હાલતમાં પડેલી હોય ગ્રામજનો દ્વારા આ જમીન બીપીએલ લાભાર્થીઓ માટે ફાળવવા પંચાયત સમક્ષ માંગણી કરવામાં આવી છે. સદર માંગણીને કારણે ટ્રસ્ટીઓ તાત્કાલીક સદર જમીનમાં ખેતી કરવા ધસી આવ્યા હતા.