

ટીમ ઇન્ડિયાએ રાજકોટ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને 272 રને હરાવી બે મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. મેચમાં 6 વિકેટ ઝડપનાર ચાઇનામેન બોલર કુલદીપ યાદવ ઘણો ચર્ચામાં છે.


કુલદીપે મેચની બીજી ઇનિંગ્સમાં 14 ઓવરમાં 57 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જે ટેસ્ટમાં તેનું બેસ્ટ પ્રદર્શન છે. કુલદીપે વેસ્ટ ઇન્ડીઝના કેરોન પોવેલ, શાઇ હોપ, હેટમોર, સુનીલ એંબ્રિસ, અને રોસ્ટન ચેસને આઉટ કર્યા હતા. આ પહેલા તેણે 2017માં શ્રીલંકા સામે 13 ઓવરમાં 40 રન આપી 4 વિકેટ ઝડપી હતી.


આ પ્રદર્શન સાથે કુલદીપ ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ્સ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપનાર ભારતનો બીજો અને દુનિયો સાતમો બોલર બન્યો છે.


23 વર્ષના કુલદીપે ટેસ્ટમાં 57/5 સિવાય વન-ડેમાં 25/6 (વિ.ઇંગ્લેન્ડ, 2018) અને ટી-20માં 24/5 (વિ. ઇંગ્લેન્ડ, 2018)માં શાનદાર પ્રદર્શન કર્યું છે.