

મધ્યપ્રદેશ સીએમ કમલનાથે ગૃહનગર છિંદવાડામાં નગર નિગમના અધિકારીઓએ સ્વચ્છ અભિયાન ભારતને પ્રોત્સાહન આપવા માટે શાનદાર રીત શોધી કાઢી છે. નિગમના અધિકારીઓએ કચરો લાઓ અને મફતમાં ભોજન મેળવો યોજનાની શરૂઆત કરી છે. સીએમના ગૃહનગરમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આ પહેલની સરાહના કરવામાં આવી રહી છે.


કચરો લાવવાને બદલે મળશે જમવાનું<br />અધિકારીઓ અનુસાર, છિંદવાડા નગર નિગમના સ્થાનિક નિવાસી જો રસ્તાઓ પર પડેલા કચરાને પ્લાસ્ટિકના થેલામાં ભરી નગર નિગમ પાસે લાવશે તો, બદલામાં તેમને ફૂડ કૂપન આપવામાં આવશે. આ કૂપન લઈ નિગમ દ્વારા ચલાવવામાં આવી રહેલા રસોડામાં મફત ભોજન મેળવી શકશે. આ યોજનાની શરૂઆત મંગળવારે શરૂ કરવામાં આવી. પહેલા જ દિવસે નિગમની આ પહેલનો લોકોએ મોટો ફાયદો ઉઠાવ્યો અને 79 લોકો કચરો લઈ નિગમ પાસે આવ્યા, જેમને ફ્રી ફૂડ કૂપન પણ આપવામાં આવી.


શહેરને કચરા અને પોલીથીનથી મુક્ત કરાવવાનો છે ઈરાદો<br />યોજના શરૂ કરવાને લઈ અધિકારીઓનું કહેવું છે કે, આ પહેલનો ઈરાદો શહેરને કચરા અને પોલિથીનથી મુક્ત કરાવવાનો છે. નિગમ અધિકારી અનુસાર, આ કચરો કોઈ પણ લાવી શકે છે. જો કોઈ વ્યાપારી પોતાના કર્મચારીને પણ કચરો લઈને મોકલે છે તો, તેને મફતમાં ખાવાનું આપવામાં આવશે.


150 નોંધાયેલા કચરો વીણવાવાળા લોકોને પહેલાથી જ મળી રહ્યું છે મફતમાં જમવાનું<br />NBT અનુસાર, છિંદવાડા નગર આયુક્ત ઈચ્છિત ગઢપાલે જણાવ્યું કે, શહેરમાં અમારૂ એક રસોડુ ચાલી રહ્યું છે, જ્યાં દરેક કોઈ વ્યક્તિને 5 રૂપિયામાં જમવાનું આપવામાં આવે છે. જીલ્લામાં 150 નોંધાયેલા કચરા વીણવાવાળા લોકો છે, જેમને છિંદવાડા મ્યુનિસિપલ કોર્પોરેશને આઈકાર્ડ અને બેસિક સેફ્ટી કિટ આપી છે. આ કચોરો વીણતા લોકોને પહેલાથી જ મફતમાં ભોજન મળી રહ્યું છે. તેના માટે તેમણે શહેરભરમાંથી વીણેલો કચરો, પ્લાસ્ટિક અમારા યૂનિટમાં જમા કરાવવાનો હોય છે. તેમણે કહ્યું કે, આજથી જે પણ યૂનિટોમાં કચરો જમા કરશે તેને ફૂડ કૂપન આપવામાં આવશે. આ કચરો કોઈ પણ લાવી શકે છે.