

જો આપ ફેસબુક સોસીયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો તો થઇ જાઓ સાવધાન. ફેસબુક દ્વારા ઠગાઈનો લાલબતી સામાન એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે એક એવી નાઝીરીયન ગેંગ ઝડપી પાડી છે. જેઓ રચતા હતા ફેસબુકની માયાજાળ. કહેવાય છે કે, ઇન્ટરનેટ એક જાળ છે અને તેમાં પણ ઇન્ટરનેટ થકી થતી મિત્રતા મોટાભાગે એક માયાઝાળ સમાન હોય છે. ત્યારે ફેસબુકની આ સોસીયલ મીડિયાની દુનિયામાં કેટલાક એન્ટી સોસીયલ ઠગો પણ તમારા શિકાર માટે જાળ ફેલાવીને બેઠા છે.


ખુબસુરત યુવતીઓના ફોટા અને ખોટા ડેટાના આધારે બનાવવામાં આવી રહ્યા છે ફેક ફેસબુક એકાઉન્ટ. જેમાં પહેલા લોકોને મોકલવામાં આવે છે ફ્રેન્ડ રિકવેસ્ટ અને પછી થાય છે ચાસણીથી ભરપૂર વાત, અને જેવા તમે ચાસણી ભરી વાતોમાં લપસ્યા એટલે બન્યા ભોગ સમજો. શિકારને એક તરફ લાગે છે કે તેમની કોઈ વિદેશી ખુબસુરત યુવતી સાથે મિત્રતા થઇ છે. પરંતુ ત્યાર બાદ યુવતી ભારત પ્રવાસ આવવાના બહાને કરે છે ઠગાઈ.


કંઈક આવો જ અનુભવ અમદાવાદના એક વ્યક્તિને થયો. ફેસબુકના માધ્યમથી સીના જીસસ નામની એક મહિલાની ફ્રેન્ડ રિકવેસ્ટ વ્યક્તિને આવી, અને ત્યાર બાદ શરુ થઇ મેસેન્જરમાં ચેટિંગની શરૂઆત. પરંતુ, ફરિયાદીને ખ્યાલ નહોતો કે આ યુવતી ચેટિંગની માયાઝાળમાં ચીટિંગ કરશે. યુવતી ભારત પ્રવાસના બહાને દિલ્હી એરપોર્ટના કસ્ટમ વિભાગનો ફોન આવ્યો કે, ગેરકાયદેસર ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે યુવતી પકડાઈ છે અને તેને છોડાવવા માટે દંડ ભરવો પડશે. અને પછી એક પછી એક કેસના બહાને શરુ થઇ ચીટિંગની દાસ્તાન.


ફેસબુક ઠગાઇનો ભોગ બનેલ ફરિયાદીએ અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે નાઈજિરિયન ગેંગ, જેમાં બે યુવકો એક યુવતી આઈશા નમુલુમ્બા મૂળ રહેવાસી યુગાન્ડા છે. જેઓ છેલ્લા બે વર્ષથી દિલ્હીમાં રહે છે અને કરી રહ્યા હતા. ફેસબુકના માધ્યમથી ઠગાઈ. સાયબર ક્રાઇમ દ્વારા હાલ ઠગ ટોળકીની ધરપકડ કરી લીધી છે, અને તેમની પાસેથી 8 મોબાઈલ ફોન, 1 નોટ પેડ, 1 લેપટોપ, 1 પેન ડ્રાઇવ અને 1 પાસપોર્ટ. જયારે આ ઠગ ટોળકીની ઠગાઈની વધુ વિગતો હાથધરવાની તજવીજ હાથ ધરી છે. નાઇઝેરીયન મહિલા આઇશા નમુલુમ્બ ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ મડિયા મારફતે અન્ય પુરુષો સાથે વાત કરી પૈસા પડાવતી હતી. આ ગેંગે અત્યાર સુધી રાજ્યભરમાં 5થી વધુ લોકો સાથે છેતરપીંડી કરી છે, સાયબર કાઈમ બ્રાંચે ઝપ્ત કરેલ લેપટોપ અને મોબાઈલમાં ઘણા પુરાવા મળી આવ્યા છે જેના આધારે તપાસ શરૂ કરી.