

ઋત્વિજ સોની, અમદાવાદ : શહેર ના બોપલ વિસ્તાર માં આવેલ અદાણી શાંતીગ્રામમાં સોસાયટીના સભ્યો ના whatsapp ગ્રુપમાં ચેરમેન ને એડ કરવા બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો છે. એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે 30મી જૂને તેના પતિના મોબાઈલ પર આશિષ શર્મા નામના વ્યક્તિ નો ફોન આવ્યો હતો અને તેની સોસાયટી માં નીચે બોલાવ્યા હતા. ( પ્રતિકાત્મક તસવીર)


મહિલા અને તેના પતિ સોસાયટીમાં જતાં જ સોસાયટીના ચેરમેન અંકિતા તિવારી તેના પતિ રાજુ મિશ્રા, ફોન કરનાર વ્યક્તિ આશિષ શર્મા સોસાયટીના ચેરમેન અને અન્ય બે વ્યક્તિઓ ત્યાં હાજર હતાં. આ દરમિયાન આશિષ શર્મા નામના વ્યક્તિએ ફરિયાદીને કહેલ કે તે અંકિતાને શા માટે whatsapp ગ્રુપમાં એડ કરી છે. (પ્રતિકાત્મક તસવીર)


જેથી ફરિયાદીને કહેલ કે તેઓ સોસાયટીના ચેરમેન છે અને સોસાયટીને લગતા કોઇ પણ પ્રશ્નની ચર્ચા કરવી હોય તો કેવી રીતે કરી શકાય તે માટે તેમને એડ કર્યા છે. આવું કહેતા જ આરોપીઓએ ફરિયાદીના પતિ સાથે ઝપાઝપી કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)


ત્યારબાદ સોસાયટીના વાઇસ ચેરમેન શૈલેન્દ્ર શર્માએ પણ ફરિયાદીના પત્ની ને ધમકી આપી હતી કે તે પણ મને whatsapp ગ્રુપમાં એડ કર્યો છે હવે પછી જો મને whatsapp ગ્રુપમાં એડ કરીશ તો તને ખબર નથી હું શું કરી શકું છું.


જોકે આ ઘટના બાદ આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી અને તેના પતિની ધમકી આપી હતી કે હવે પછી જો અંકિતા કે તેના પતિને whatsapp ગ્રુપમાં એડ કર્યા છે તો તને જાનથી મારી નાખી ને રેલવે ટ્રેક પર ફેંકી દઈશું કોઈને ખબર પણ પાડવા નહી દઈએ, તને ખબર નથી અમે પપ્પુ પાંડે ના માણસો છીએ.સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં હાલમાં પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)