

પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા તાલુકાનું આદર્શ વાઘજીપુર ગામ. આ વાઘજીપુરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટ્સ કોલેજ અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે. વરસાદની સીઝન હોવા છતાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા આર્ટસ કોલેજના અધ્યાપક ગણ, વિદ્યાર્થીઓએ ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી.


આ રાષ્ટ્રીય પર્વે સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી અને સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા. અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.


ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપ સૌને શુભકામના, આજે આપણે સહુ દેશ વાસીઓ સંકલ્પ કરીએ કે, દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ જળવાઈ રહે. લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ, દેશને સર્વ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ. સમાનતા, બંધુતા, ભાઈચારો, માનવતા અને નીતિમત્તા જળવાઈ રહે. કાયદા-નિયમોનું પાલન કરીએ.