1/ 5


લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. લોકો પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આવામાં દેશમાં જ નહીં, વિદેશમાં પણ સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો.
2/ 5


અમેરિકામાં વસતાં ગુજરાતીઓમાં પણ ભાજપની જીતને લઇને ઉત્સાહ જોવા મળ્યો. ન્યૂજર્સીમાં ભાજપની જીતની ઉજવણી કરાઇ હતી. તેઓ અહીં એક ક્લબમાં ભેગા થયા હતા અને દેશભક્તિના ગીતો પર ઝૂમ્યા હતા.
3/ 5


તેમનું કહેવું છે કે, મોદી સરકાર નિષ્ઠાવાન, ભક્તિવાન અને શ્રદ્ધાવાન છે. ભારતમાં મતગણતરી ચાલી રહી હતી, ત્યારે અમેરિકામાં રાત હતી. ન્યૂજર્સીમાં વસતાં ગુજરાતીઓ રાત્રે એક ક્લબમાં ભેગા થયા હતા.
4/ 5


જ્યારે સવાર પડતાં-પડતાં પરિણામ સ્પષ્ટતા થતાં તેઓ લોકોએ દેશભક્તિા ગીતો પર ઝૂમી સેલિબ્રેશન કર્યું હતું. આટલું જ નહીં, તેઓએ આખી રાત જાગી ભજીયા, સમોસા બનાવી પાર્ટી પણ કરી હતી.