1/ 4


અમદાવાદનાં પીરાણાનાં ગણેશનગરમાં એક લાકડાનાં પીઠામાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીઘું છે. ઘટના સ્થળે હાલ ફાયર ફાઇટરની 40 જેટલી ગાડીઓ આવી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. આ વિકરાળ આગ લાગવાનું કોઇ કારણ હજી સામે આવ્યું નથી.
2/ 4


આ આગ એટલી ભયાનક હતી કે જેના કારણે આસપાસનાં ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. જોકે સદનસીબે આમાં હજી કોઇ જાનહાનીનાં સમાચાર આવ્યાં નથી.
3/ 4


ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવાનાં પ્રયત્નો કરી રહી છે. ફાયર વિભાગે બ્રિગેડે કોલ જાહેર કર્યો છે. આ વિકરાળ આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 40 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે છે.