

કેયરટેકરની નોકરી કરી તમે મેળવી શકો છો 93 લાખની સેલરી. જીહાં, આ બિલકુલ સાચુ છે. લાઈટહાઉસની દેખભાળ માટે 2 લોકોની જરૂરત છે, જેમને 1,30,000 ડોલર સેલરી આપવામાં આવશે. 1,30,000 ડોલર એટલે કે લગભગ 91 હજાર 62 હજાર રૂપિયા થાય. જોકે, કેયરટેકરની આ વેકન્સી ભારતમાં નહી પરંતુ અમેરિકાના કેલિફોર્નિયા માટે છે.


CNN રિપોર્ટ અનુસાર, ઈસ્ટ બ્રધર લાઈટ સ્ટેશન સેન પાબ્લો ખાડીમાં સ્થિત લાઈટ હાઉસ માટે કેયરટેકરની જરૂરત છે. આ લાઈટ હાઉસ વર્ષ 1874માં બનાવવામાં આવ્યું હતું. હાલમાં અમેરિકી તટરક્ષક દળ આ લાઈટહાઉસનું માલિક છે અને તેની દેખભાળ ગેર-લાભકારી સમૂહ ઈસ્ટ બ્રધર લાઈટહાઉસ કરે છે.


જોકે, આ લાઈટહાઉસની દેખભાળ માટે ઉમેદવારો પાસે કેટલીક યોગ્યતા પણ હોવી જરૂરી છે. ઈસ્ટ બ્રધરની વેબસાઈટ અનુસાર, કેયરટેકિંગનું કામ કરવાની અરજી કરનારા ઉમેદવારને હોસ્પિટેલિટી ઈન્ડસ્ટ્રીનો અનુભવ હોવો જરૂરી છે. આ સિવાય ઉમેદવાર પાસે અમેરિકન કોસ્ટ ગાર્ડ કોમર્શિયલ બોટ ઓપરેટર લાયસન્સ પણ હોવું જરૂરી છે.


કેલિફોર્નિયાના રિચમંડના રહેવાસી મેયર ટોમ બટ્ટે સીએનએનને જણાવ્યું કે, મે આ કામ પર ચાલીસ વર્ષ કામ કર્યું છે. શરૂઆતમાં આને છોડી દેવામાં આવ્યું હતું. અમે તેની દેખરેખ માટે રાજસ્વ પ્રાપ્ત કરવાની રીત શોધી કાઢી છે. બટ્ટ લાઈટ હાઉસને ચલાવવાવાળી ગેર લાભકારી સંસ્થાના ચીફ છે. આના બેડ અને બ્રેકફાસ્ટથી મળેલા રાજસ્વનો ઉપયોગ આ ઐતિહાસિક ઈમારતની જાળવણી અને મરમ્મતમાં કરવામાં આવે છે.