ચૂરુઃ IAS અને RAS બનવા આજના લાખો કરોડો યુવાનો સપનું જુએ છે. દેશની સૌથી કઠીન કહેવાતી આ પરીક્ષામાં સફળતા હાંસલ કરવા માટે યુવાનો મોટા-મોટા ઈન્સ્ટિટ્યુટ્સમાં કોચિંગ ક્લાસ જોઈન કરતા હોય છે. પરંતુ સફળતા મેળવવા માટે જરુરી નથી કે તમે હજારો, લાખો રૂપિયા ખર્ચીને જ તૈયારી કરી શકો છો. સેલ્ફ સ્ટડીના દમ પર પણ દેશના ઘણાં યુવાનોએ સફળતા હાંસલ કરી છે, જેમાંથી એક ઉદાહરણ વર્ષા જાનુનું પણ છે.
વર્ષા જાનુ જણાવે છે કે, એકાગ્રતા સાથે અભ્યાસ કરવા માટે તેમણે RAS પરીક્ષાનું પરિણામ ના આવી જાય ત્યાં સુધી સ્માર્ટફોનને અલવિદા કહી દીધું હતું. વર્ષા જણાવે છે કે, આજે ફ્રી મળી રહેલા ડેટાનો યોગ્ય ઉપયોગ ના કરીને યુવા પેઢી પોતાનો સમય વ્યર્થ કરી રહી છે. તેમણે પોતાનો ટાર્ગેટ સેટ કરીને અભ્યાસ કરવો જોઈએ, આમ કરવાથી સફળતા ચોક્કસ મળે છે.