Jobs and career: બોર્ડની ધો. 12ની મોટાભાગની પરીક્ષા (Board exams) પૂર્ણ થઈ ગઈ છે. સીબીએસઈ અને સીઆઈએસસીઈ બોર્ડની ધો. 12ની પરીક્ષા પણ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. આ સાથે 12 ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી ચૂકેલા લાખો વિદ્યાર્થીઓ (Students) હાલ કોલેજ જવા માટે (Admission in college) પોતાની જાતને તૈયાર કરી રહ્યા છે. કોલેજ લાઈફમાં પ્રથમ વખત પ્રવેશ (Admission) કરી રહેલા આ વિદ્યાર્થીઓને ઉત્સાહની સાથે મનમાં ઘણી આશા અને ડર હોય છે. તેઓ એક તરફ વિદ્યાર્થીઓ સારા મિત્રો અને કોલેજમાં સારા વાતાવરણની અપેક્ષા રાખે છે, તો બીજી તરફ અજાણ્યા સ્થળો, અજાણ્યા લોકો, એકલતા અને રેગિંગનો ડર તેઓના મનમાં બેસી જાય છે. (પ્રતિકાત્મક તસવીર)
યાદ રાખો કે, કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. આ વર્ષે મોટાભાગની યુનિવર્સિટીઓ સીયુઇટી પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે. જો તમે પહેલી વાર કોલેજ લાઇફમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છો તો તમારા મનમાં અનેક સવાલો હશે. ત્યારે અહી તમારી કોલેજ લાઇફને સરળ બનાવી શકે તેવી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)
રેગિંગનો ડર મનમાંથી કાઢી નાખો: ટીવી સિરિયલો અને ફિલ્મો જોઈને કોલેજ લાઇફ અને રેગિંગનો ડર લાગે છે. વર્તમાન સમયે ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ રેગિંગને રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કોઈ સિનિયર રેગિંગના નામે તમને હેરાન કરતો હોય તો તમારે તેને ડર્યા વગર ફરિયાદ કરવી જ જોઈએ. (પ્રતિકાત્મક તસવીર)