સંજય ટાંક, અમદાવાદ: આજનો જમાનો રિલ્સનો છે આજનો જમાનો ગેમ્સનો છે. જી હા ટીનેજર્સમાં અત્યારે ગેમ્સ (games) અને રિલ્સનુ એવું તો ઘેલું લાગ્યું છે કે જાણે આખો દિવસ તેઓ મોબાઈલ સાથે જ જોવા મળતા હોય છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ (Board exam result) બાદ હવે કઈ દિશામાં કારકિર્દી (career) ઘડવી તે સૌથી મોટો પ્રશ્ન છે. સામાન્ય રીતે વિધાર્થી સમયની માંગ હોય તે દિશામાં કારકિર્દી (career) પસંદ કરતાં હોય છે. હાલના સમયની માંગ મુજબ વીડિયો એડિટિંગ (Video editing) અને ગેમ ડિઝાઇનમાં (Game design) પણ અનેક સ્કોપ છે. (પ્રતિકાત્મક તસવીર)
કોરોના કાળમાં સોશિયલ મીડિયા વધુ સક્રિય જોવા મળ્યું છે. ખાસ કરીને વેબ ડિઝાઇન, વેબ એડિટિંગ, વીડિયો એડિટિંગ, ગેમ્સ ડિઝાઇનમાં વધુ સ્કોપ ખુલ્યા છે. તેમાંય વીડિયો એડિટિંગ અભ્યાસક્રમની વાત કરવામાં આવે તો વીડિયો એડિટીંગ એટલે એક કે તેથી વધુ વીડિયો ટેપમાંથી જરૂરી દશ્યોનો ભાગ લઈ તેમાં જરૂરી સુધારા વધારા કરી આવા જુદા જુદા ભાગોને એડી એક સળંગ ફિલ્મ બનાવવી. (પ્રતિકાત્મક તસવીર)
ગુજરાત વિદ્યાપીઠ , અમદાવાદમાં એક વર્ષનો ફુલટાઈમ - “ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન ” નામનો અભ્યાસક્રમ ચાલે છે . પૂના ખાતે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા , દિલ્હી ખાતે અરવિંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન, મુંબઈમાં ઝી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા કોર્સ ઉપલબ્ધ છે. તેવી જ રીતે ટીનેજર્સ સૌથી વધુ ગેમ્સમાં ડૂબેલા જોવા મળતા હોય છે. (પ્રતિકાત્મક તસવીર)
ગેમ ડિઝાઈનિંગનો અભ્યાસક્રમ જોઈએ તો આ અભ્યાસક્રમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન અમદાવાદ, ઈમેજ કૉલેજ ઑફ આર્ટસ એનિમેશન એન્ડ ટેક્નોલૉજી, ચેન્નઈ સ્કૂલ ઑફ એડવાન્સ ગ્રાફિક્સ એન્જિનિયરિંગ, નવી દિલ્હી નેશનલ મલ્ટિમીડિયા રિસોર્સ સેન્ટર પુણે, માયા એકેડમી ઑફ એડવાન્સ્ડ સિનેમેટિક્સ મુંબઈમાં કોર્સ ચાલે છે. (પ્રતિકાત્મક તસવીર)