TAT-HMAT Certificate: રાજ્યમાં શિક્ષકો અને આચાર્યો માટે લેવાતી અભિરૂચી કસોટી પ્રમાણપત્રોની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ આ અંગે ટ્વીટ કરી અને મોટા સમાચાર આપ્યા છે. જીતુ વાઘાણી શિક્ષક અભિરૂચી કસોટી (TAT) અને આચાર્ય અભિરૂચી કસોટી (HMAT)ના પ્રમાણપત્રોની મુદ્દત અંગે એક મહત્ત્વપૂર્ણ ટ્વીટ કર્યુ છે.
<br />આ ટ્વીટ મુજબ શિક્ષક અભિરૂચી કસોટી (TAT) અને આચાર્ય અભિરૂચી કસોટી (HMAT)ના પ્રમાણપત્રોની મુદ્દત જે 5 વર્ષની હતી તેને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (NCTE)ના પરિપત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2022માં સૂચવલ્યા મુજબ TAT અને HMAT ના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી માન્ય રાખવા મંજૂરી આપવામાં આવે છે.
જીતુ વાઘાણીએ અન્ય જાહેરાતમાં જણાવ્યું કે જૂન-2022થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષ માટે સરકારી અને અનુદાનિત શાળાઓ,આશ્રમ શાળાઓ,એકલવ્ય મોડેલ સ્કુલો,આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 9 થી 12ના 20,38,161 વિદ્યાર્થીઓને સરકારની વિનામૂલ્યે પાઠ્યપુસ્તક યોજના હેઠળ 1,84,82,660 પુસ્તકો સમયસર મળી રહે તે માટે શાળાઓ સુધી મોકલી અપાયા છે. પ્રતિકાત્મક તસવીર