નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ડોકટરોની અરજી પર NEET-PG-2022 પરીક્ષા મુલતવી રાખવાનો ઇનકાર કરતા કહ્યું કે વિલંબથી ડોકટરોની અનુપલબ્ધતા અને દર્દીની સંભાળ પર ગંભીર અસર થશે. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની બેન્ચે જણાવ્યું હતું કે પરીક્ષા મોકૂફ રાખવાથી "અરાજકતા અને અનિશ્ચિતતા"ની સ્થિતિ સર્જાશે અને પરીક્ષા માટે નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓના મોટા વર્ગને અસર થશે.