ન્યૂઝ 18 ગુજરાતી પર તમે દરરોજ UPSC પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના સંઘર્ષ, સફળતાની કહાનીઓ વાંચો છો. આજની કહાની થોડી વધારે ખાસ છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, દેશના તે ગામડા વિશે જ્યાં દેશને સૌથી વધુ IAS IPS મળ્યા છે. આ ગામ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી લગભગ 300 કિલોમીટર દૂર જૌનપુર જિલ્લાનું માધોપટ્ટી ગામ છે.
મીડિયા રિપોર્ટસ જણાવે છે કે, માત્ર 75 ઘરોવાળું માધોપટ્ટી ગામ દેશને 47 આઇએએસ અને આઇપીએસ ઓફિસર આપી ચૂક્યું છે. યુસીએસસી સિવાય પણ મોટા પદો પર કામ કરી રહેલ ગામના નિવાસીઓને સામેલ કરીએ તો કુલ મળીને 51 લોકો મોટા પદો પર તૈનાત છે. 47 આઇએએસ ઓફિસર આપનાર આ નાનકડું ગામ મીડિયાના આકર્ષણનું કેન્દ્ર પણ બની ચૂક્યું છે.
માધોપટ્ટી ગામથી પ્રથમવાર 1952માં ડોક્ટર ઇંદુપ્રકાશે યુપીએસસીમાં બીજું રેંક હાંસલ કર્યું હતું. તેમને આઇએએસનું પદ મળ્યું હતું. ડો ઇંદુપ્રકાશના ચાર ભાઇ પણ આઇએએસ અધિકારી બન્યા હતા. ઇંદુપ્રકાશ ફ્રાંસ સહિત ઘણા રાજ્યોના રાજદૂત રહી ચૂક્યા છે. વર્ષ 2002માં ડો ઇંદુપ્રકાશના પુત્ર યશસ્વી 31મી રેંક હાંસલ કરીને આઇએએસ બન્યા હતા. ગામના લોકોના હવાલાથી લખેલી રિપોર્ટસમાં જણાવાયું છે કે, ઉંચા પદો પર કામ કરનારા મોટા ભાગના લોકોનો ગામથી સંબંધ ના બરાબર છે. (પ્રતિકાત્મક તસવીર)
રિપોર્ટસ અનુસાર, 2019 બાદ માધોપટ્ટી ગામથી કોઇ આઇએએસ આઇપીએસ અધિકારી નથી બન્યું. શિક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલ સામાજીક સેવા કરનારા ગામના નિવાસી રણવિજય સિંહના હવાલાથી રિપોર્ટસમાં ઉલ્લેખ છે કે, આ ગામમાંથી એક બાદ એક ભારતીય પ્રશાસનિક સેવામાં જાય છે. જેથી ગામને આઇએએસની ફેકટરી કહેવામાં આવે છે. પરંતુ તમામ લોકો પોતાના કામથી મળેલી જવાબદારીઓને પૂર્ણ કરવામાં એ રીત વ્યસ્ત થઇ જાય છે કે પાછા વળીને ગામ દેખતા નથી.
ગામના રહેવાસી રણવિજય સિંહે મીડિયાને જણાવ્યું કે, માધોપટ્ટી ગામથી આઇએએસ સિવાય ઘણા પીસીએસ અધિકારીઓ પણ બન્યા છે. ગામની મહિલાઓ પણ પીસીએસ અધિકારી બની છે. ગામમાંથી ન માત્ર પુરૂષ અધિકારી IAS IPS બન્યા, પરંતુ દીકરીઓ અને વહૂઓએ પણ પોતાનો પરચમ લહેરાવ્યો છે. ઓફિસર બનેલ ગામના યુવક-યુવતીઓએ પોતપોતાના ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કર્યું પરંતુ ગામને ચમકાવી શક્યા નહીં. ઉચ્ચ પ્રશાસનિક પદો પર નોકરી કરવાનારા લોકો ગામનાં વિકાસને લઇ સરકારનું ધ્યાન આકર્ષિત કરી શક્યા નહીં.
ગામના શિક્ષક કાર્તિકેય સિંગે મીડિયાને જણાવ્યું કે, ગામમાં આટલી મોટી સંખ્યામાં યુપીએસસી તથા અન્ય મોટા પદોની ભર્તી પરિક્ષા પાસ કરવાનો શ્રેય જૌનપુર જિલ્લાના તિલકધારી સિંહ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજને જાય છે. શિક્ષક કાર્તિકેય સિંહે કહ્યું, વિદ્યાર્થીઓ કોલેજકાળમાં જ સિવિલ સર્વિસ પરીક્ષાનું સામાન્ય જ્ઞાન શિખવાનું શરૂ કરી દે છે. (Image-Canva)