સંજય ટાંક, અમદાવાદ: જે વિધાર્થીઓ MBA, MCA સહિત ટેક્નિકલ લાઈનમાં (technical line) પોતાનું કેરિયર (Ceer) બનાવવા માંગે છે તેઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University) દ્વારા વિવિધ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ 15 જુલાઈ સુધી ઓનલાઈન પોર્ટલ (Online portal) પર રજીસ્ટ્રેશન કરાવી શકશે.
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંચાલીત વિવિધ કોર્સમાં એડમીશન મેળવવું દરેક વિદ્યાર્થીની પ્રથમ પસંદગી રહે છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જણાવ્યું કે જીટીયુ દ્વારા પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહિતી ઘરે બેઠાં મળી રહે અને તેમની પ્રવેશ પ્રકિયા સરળતાથી થઈ શકે તે અર્થે, હાલમાંમાં જીટીયુ એડમીશન પોર્ટ્લ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.
જેમાં વિદ્યાર્થીઓ ફાર્મા.ડી., ઈન્ટીગ્રેટેડ એમબીએ અને એમસીએ , એમબીએ પાર્ટ ટાઈમ , ડિપ્લોમા ઈન વોકેશનલ અને બેચલર ઈન વોકેશનલ , બેચલર ઓફ ડિઝાઈન, ઈન્ટીગ્રેટેડ એમએસસી આઈટી , બેચલર ઈન ઈન્ટીરીયલ ડિઝાઈન જેવા વિવિધ કોર્સ માટે શૈક્ષણીક વર્ષ 2022-23માં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ www.admission.gtu.ac.in વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન તારીખ 15 જુલાઈ 2022 સુધી કરાવી શકશે.
મહત્વનુ છે કે વિધાર્થીઓને ક્યાં ટેક્નિકલ કોર્ષમાં કારકિર્દી બનાવવી તે સૌથી મોટી મુંઝવણ રહેતી હોય છે જે મુંઝવણ દૂર કરવા અને કોર્ષની પસંદગી કરવા GTU દ્વારા હાલમાં જ માર્ગદર્શન સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. જેમાં એન્જિનિયરીંગ , ફાર્મસી , બાયોટેક્નોલોજી , મેનેજમેન્ટ , આર્કિટેક્ચર જેવી વિવિધ શાખાના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.