PSI Exam Result: રાજ્યમાં 06 માર્ચના રોજ પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષાઓ લેવામાં આવી હતી (PSI Recruitment Exam) આ પરીક્ષાનું પરિણામ (PSI Exam Result) હવે ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે. પીએસઆઈ ભરતી બોર્ડના વડા વિકાસ સહાયે પરિણામ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે. ઉમેદવારોએ પીએસઆઈ ભરતી બોર્ડની વેબસાઈટ પર નજર રાખવાની રહેશે.
ગત છ માર્ચના રોજ રાજ્યના અમવાદ અને ગાંધીનગર શહેરના 312 કેન્દ્રો પર પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાઈ હતી (PSI Written Test) અમદાવાદ શહેરમાં તમામ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાનું સમાપન થયાની ગણતરીની કલાકોમાં આ પરીક્ષાની (PSI Exa) ઓએમઆર શીટ (OMR Sheet) ઓજસ (OJAS)પર અપલોડ કરી દેવામાં આવી હતી