NEET-PG Exam 2022: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નીટ પીજી પરીક્ષા 2022 ને 6-8 અઠવાડિયા માટે મુલતવી (NEET PG Exam 2022 postponed) રાખી છે. આ પરીક્ષા 12 માર્ચ 2022ના રોજ યોજાવાની હતી, પણ એક અરજીમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પીજી પરીક્ષા મુલતવી રાખવાની માગણી કરાઈ હતી. જેથી નીટ પીજીની પરીક્ષા બાબતે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.
<br />આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ (મેડિકલ એજ્યુકેશન) અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટીના મેમ્બર સેક્રેટરી ડો.બી.શ્રીનિવાસે NEBના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એમ.બાજપાઇને મોકલેલા મેસેજમાં જણાવ્યું હતું કે, નીટ-પીજી 2022ની પરીક્ષા અને નીટ પીજી 2021 કાઉન્સેલિંગ એકસાથે આવી રહી હોવાથી નીટ-પીજી 2022ની પરીક્ષા મુલતવી રાખવાની વિનંતી કરતી ઘણી રજૂઆતો મળી રહી છે. આ ઉપરાંત ઘણા ઇન્ટર્ન મે-જૂનમાં પીજી કાઉન્સેલિંગ 2022માં ભાગ લઈ શકશે નહીં. આ તથ્યોને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નીટ પીજી 2022ને 6-8 અઠવાડિયા માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.