LRD Recruitment 2022: લોકરક્ષક ભરતીમાં (Lokrakshak Recruitment 2022 Written Test) ઉમેદવારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એલઆરડી ભરતીની લેખિત કસોટી આગામી 10મી એપ્રિલ 2022ના રોજ લેવામાં આવશે. આજથી આ જાહેરાતને ડેડલાઇન બનાવીને ઉમેદવારો અંતિમ તૈયારી કરે તો ફેબ્રુઆરીના 24, માર્ચના 31 અને એપ્રિલનો 10મો દિવસ ગણતા 65 દિવસની અંતિમ તૈયારી કરવા મળશે.