LRD Exam call Letter: લોકરક્ષક દળની પરીક્ષાની (LRD Exam)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ (LRD) કરવાની તારીખ વધુ એક દિવસ લંબાવાઈ છે. LRDના કોલ લેટર અગાઉ<br />3 એપ્રિલથી ઓનલાઇન થવાના હતા. જોકે, આ તારીખે રવિવાર હોવાથી વધુ એક દિવસ તારીખ લંબાવવામાં આવી છે. ભરતી વડા હસમુખ પટેલે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.