Jobs and Career: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency, NTA) 20થી 29 જૂન દરમિયાન જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (Joint Entrance Examination, JEE)નું પ્રથમ સેશન આયોજિત કરવા માટે તૈયાર છે. લાખો વિદ્યાર્થીઓ તેમના JEE મેઈન એડમિટ કાર્ડની અપેક્ષા રાખી રહ્યા છે, જે હવે jeemain.nta.nic.in.પર ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે. પરીક્ષા શરૂ થાય અને વિદ્યાર્થીઓ તૈયારીઓમાં વ્યસ્ત થાય તે પહેલાં અહીં JEE મેઇન 2022માં રજૂ કરવામાં આવેલા મુખ્ય ફેરફારો પર એક નજર કરીએ. પરીક્ષા કેન્દ્રના પ્રયાસોથી લઈને ટાઈ-બ્રેકિંગ નીતિમાં ફેરફાર કરવા માટે JEE મેનમાં રજૂ કરવામાં આવેલા ફેરફારો આ પ્રમાણે છે:
પરીક્ષાના કેન્દ્રની પસંદગી: લાખો વિદ્યાર્થીઓને રાહત આપતા NTAએ શહેરોની વધુ પસંદગીઓ રજૂ કરી છે. NTAએ JEE Main 2022 માટે હાલના 13 શહેરો ઉપરાંત 12 નવા વિદેશી શહેરો ઉમેર્યા છે. હવે પરીક્ષા માટે અરજી કરી રહેલા ઉમેદવારોએ અરજી કરતી વખતે તેમની પસંદગીના કોઈપણ ચાર શહેરો પસંદ કરવાના રહેશે, જેમાં તેઓ JEE Main માટે હાજર રહેવા માટે આરામદાયક હશે. જો કે કેન્દ્રીય શહેરોની પસંદગી માત્ર ઉમેદવારના કાયમી સરનામાના રાજ્ય સુધી મર્યાદિત રહેશે તેવો નોટિફિકેશનમાં દાવો કરવામાં આવ્યો છે.
પ્રાદેશિક ભાષાઓ: છેલ્લા કેટલાક વર્ષોમાં NTAએ અરજદારો માટે વધુ પ્રાદેશિક ભાષા વિકલ્પો ઉમેર્યા છે. JEE મેઇન 2021 માટે NTAએ જાહેરાત કરી કે પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ 13 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, કન્નડ, મરાઠી, ગુજરાતી, ઓડિયા, મલયાલમ, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ છે. NTAના અધિકારીઓના જણાવ્યા અનુસાર JEE Main માટે યાદીમાં વધુ ભાષાઓ ઉમેરવાનો નિર્ણય રાજ્યોની વિનંતીઓ બાદ લેવામાં આવ્યો હતો. જો કે, પ્રાદેશિક ભાષા પસંદ કરનારા ઉમેદવારોને તે રાજ્યમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા હતા. આ દરમિયાન દેશભરના તમામ કેન્દ્રો પર અંગ્રેજી, ઉર્દૂ અને હિન્દી ઉપલબ્ધ હતી.
અટેમ્પ્ટમાં ઘટાડો: NTA દ્વારા JEE મેઇન માટે રજૂ કરાયેલા ઘણા ફેરફારો પૈકી તમામ અરજદારોએ બહુ આવકાર્યા નથી. આવો જ એક મોટો ફેરફાર દરેક ઉમેદવાર માટે મંજૂર પ્રયાસોની સંખ્યામાં ઘટાડો છે. ગયા વર્ષની જેમ JEE મેઇન 2022 આ વર્ષે માત્ર બે વાર જ લેવામાં આવશે. 2020 માં દેશમાં કોરોનાવાયરસના ફેલાવાને કારણે JEE મેઇન ચાર સત્રોમાં હાથ ધરવામાં આવી હતી. 2020 પહેલા JEE મેઈનનું એક જ સત્ર હતું.
ટાઈ-બ્રેકિંગ પોલિસી: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઇન 2022ના ટાઈ-બ્રેકર નિયમમાં ફેરફારો કર્યા છે. હવે NTA એ વિદ્યાર્થીઓ માટે સ્કોર ટાઈ તોડવા માટે તેની અગાઉની પોલીસી પાછી લાવી છે. હવે, જો બે કે તેથી વધુ ઉમેદવારો સમાન ગુણ મેળવે છે અને ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અથવા નકારાત્મક માર્કિંગ સહિતના અન્ય માધ્યમો દ્વારા ટાઈ ઉકેલવામાં અસમર્થ હોય, તો જે ઉમેદવારે JEE મેઇન માટે અગાઉ અરજી કરી હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે. વય પરિબળ વર્ષ 2021માં રદ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે ફરીથી લાવવામાં આવ્યું છે.
નવી રજીસ્ટ્રેશન પ્રોસેસ: આ વર્ષે JEE મેઈનના રજિસ્ટ્રેશનમાં ફેરફાર છે. અગાઉ રજીસ્ટ્રેશન વન સ્ટેપ પ્રોસેસ હતી, પરંતુ હવે તેને ત્રણ તબક્કામાં બદલવામાં આવી છે. સ્ટેજ 1 પર ઉમેદવારોએ તેમનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ જનરેટ કરવા માટે પોર્ટલ પર પોતાને નોંધણી કરાવવી પડશે. બીજા તબક્કામાં ઉમેદવારોએ વ્યક્તિગત વિગતો ભરવા, પેપર માટે અરજી કરવી અને પરીક્ષાના શહેરો પસંદ કરવા સહિત અરજી ફોર્મ ભરવાનું રહેશે. નોંધણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારો રજીસ્ટ્રેશન ફી સબમિટ કરવાની રહેશે. બીજો મહત્વનો ફેરફાર એ છે કે હવે ઉમેદવારોને તેમના JEE મેઇન 2022 ફોર્મમાં સુધારા કરવાની તક મળશે નહીં, કારણ કે ત્યાં કોઈ કરેક્શન વિન્ડો અને મલ્ટીપલ એન્ટ્રીઓ નથી, કારણ કે NTAએ આ સુવિધા પાછી ખેંચી લીધી છે.