જેઇઇ એન્ટ્રન્સ એક્ઝામ (JEE Entrance exam) એટલે કે, જેઇઇ એડવાન્સ્ડ 2022 (JEE Advanced)ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Indian Institute of Technology) આઈઆઈટી મુંબઈ દ્વારા હવે આ પરીક્ષા 28 ઓગસ્ટ, 2022ના રોજ લેવામાં આવશે. પરીક્ષા આપવા તૈયાર છાત્રો સત્તાવાર વેબસાઇટ Jeeadv.ac.in પર સુધારેલી ડેટશીટ ચકાસી શકે છે.
નવા સુધારેલા જેઇઇ એડવાન્સ શેડ્યૂલ 2022 અનુસાર નોંધણી પ્રક્રિયા 7 ઓગસ્ટ, 2022થી શરૂ થશે. બીજી તરફ પ્રવેશ પરીક્ષાનું પરિણામ 11 સપ્ટેમ્બર, 2022ના રોજ અથવા તે પહેલાં આવે તેવી અપેક્ષા છે.<br />અહીં ઉલ્લેખનીય છે કે, જેઇઇ એડવાન્સ સવાર અને બપોર એમ બે શિફ્ટમાં થશે. પહેલું પેપર સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે, જ્યારે બીજું પેપર બપોરે 2:30થી 5:30 વાગ્યા સુધી લેવામાં આવશે
જેઈઈ એડવાન્સના શેડ્યુલ મુજબ પ્રોવિઝનલ આન્સર કી 3 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. ઉમેદવારો 3થી 4 સપ્ટેમ્બર દરમિયાન પ્રોવિઝનલ આન્સર કી પર વાંધા ઉઠાવી શકે છે. ફાઈનલ આન્સર કી અને પરિણામ 11 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પ્રવેશ પરીક્ષા આપવામાં રસ હોય તેવા છાત્રોએ પોતાનું રજિસ્ટ્રેશન એડમિટ કાર્ડ, પરીક્ષાની તારીખ, આન્સર કી, પરિણામ અને વધુ માટે નવું સુધારેલ શેડ્યૂલ તપાસી લેવું જોઈએ.
જેઇઇ એડવાન્સ્ડ 2022 માટે રજિસ્ટ્રેશન - 7 ઓગસ્ટ, 2022, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 11 ઓગસ્ટ, 2022, ફી ભરવાની છેલ્લી તારીખ - 12 ઓગસ્ટ, 2022, એડમિટ કાર્ડ ડાઉનલોડ -- 23 ઓગસ્ટ, 2022, પરીક્ષાની તારીખ - 28 ઓગસ્ટ, 2022, પ્રોવિઝનલ આન્સર કીની રિલીઝ - 1 સપ્ટેમ્બર, 2022, અંતિમ આન્સર કી - 11 સપ્ટેમ્બર, 2022