ઇસરોએ (ISRO) ભૌગોલિક અભ્યાસ માટે રિમોટ સેન્સિંગ તકનીકો(remote sensing techniques for geological studies) પર મફત ઓનલાઇન અભ્યાસક્રમ (Free Online Course) શરૂ કરવા જઇ રહ્યું છે. તે માટે ઇસરોએ વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પાસેથી અરજીઓ મંગાવી છે. આપને જણાવી દઇએ કે, ઇસરો હાલમાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે ભૌગોલિક અધ્યયન માટે હાયપરસ્પેક્ટરલ અને માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ તકનીકો (Hyperspectral and Microwave Remote Sensing Techniques)નામનો મફત ઓનલાઇન કોર્સ પ્રદાન કરી રહ્યું છે..
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS) મારફતે આ કોર્સ ઓફર કરવામાં આવી રહ્યો છે. જે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નું કેન્દ્ર છે. તેને કુદરતી સંસાધનો, પર્યાવરણીય અને આપત્તિ વ્યવસ્થાપન માટે રિમોટ સેન્સિંગ, જીઓઇન્ફોર્મેટિક્સ અને જીએનએસએસ ટેકનોલોજીના ક્ષેત્રમાં ટ્રેઇન વ્યાવસાયિકો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. .
આ કોર્સ 7 થી 17 માર્ચ 2022 દરમિયાન હાથ ધરવામાં આવશે, અને તેનો હેતુ હાઇપરસ્પેક્ટ્રલ અને માઇક્રોવેવ રિમોટ સેન્સિંગની તકનીકો વડે ભૂસ્તરશાસ્ત્રીય સમસ્યાઓનું નિરાકરણ કરવાનો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોને ફંડામેન્ટલ કોન્સેપ્ટનું પૂરતું જ્ઞાન આપવામાં આવશે અને તેઓને સ્પેક્ટ્રમના હાઇપરસ્પેક્ટ્રલ અને માઇક્રોવેવ બંને પ્રદેશોમાં ઇમેજ પ્રોસેસિંગ શીખવવામાં આવશે.વર્કિંગ પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સને 70 ટકા હાજરીના આધારે ઈસરો સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. .

આ બાબતો શીખવાડવામાં આવશે -હાયપરસ્પેક્ટરલ અને માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ, ડેટા એનાલિસીસ અને એપ્લિકેશન્સના સિદ્ધાંતો. - હાઇપરસ્પેક્ટરલ પ્રોસેસિંગ ટેકનિક: ડેટા રિડક્શન, એન્ડ મેમ્બર સિલેક્શન, મેપિંગની પદ્ધતિઓ, SAR ડેટા પ્રોસેસિંગ : INSAR, DINSAR, PolSAR. - મુખ્ય ખડકો અને ખનિજોની સ્પેક્ટ્રોસ્કોપી (ટેરેસ્ટ્રીયલ અને પ્લેનેટરી) - જમીનની સપાટીની વિકૃતિ અભ્યાસ માટે DlnSAR: ધરતીકંપ, ભૂસ્ખલન, જમીન ધસી પડવી અને ગ્લેશિયર ડાયનેમિક્સ સ્ટડીઝ. .

કોર્સ માટે કોણ કરી શકે છે અરજી? -જીયો સાયન્સના પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ફાઇનલ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ. - કેન્દ્ર અથવા રાજ્ય સરકારના વૈજ્ઞાનિક કર્મચારીઓ, યુનિવર્સિટી અથવા સંસ્થાઓમાં ફેકલ્ટી અથવા સંશોધકો. સીઈસી-યુજીસી અથવા સીઆઈઈટી નેટવર્ક હેઠળ પ્રોગ્રામ્સ મેળવનારા યુઝર્સ પણ ભાગ લઈ શકે છે..

કઇ રીતે કરશો અરજી? : અરજદારોએ તેમની સંસ્થાને નોડલ સેન્ટર તરીકે પસંદ કરીને રજીસ્ટ્રેશન પેજ દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. ઓર્ગેનાઇઝેશનને એક નોડલ સેન્ટર તરીકે રજીસ્ટર કરવા માટે, રસ દાખવતી ઓર્ગેનાઇઝશન્સ, યુનિવર્સિટી, ડિપાર્ટમેન્ટ અથવા ઇન્સ્ટીટ્યૂટે તેમના તરફથી કો-ઓર્ડિનેટરની ઓળખ કરવાની રહેશે. ઓળખાયેલ કોઓર્ડીનેટર તેમની સંસ્થાને આઈઆઈઆરએસ વેબસાઇટ પર નોડલ સેન્ટર તરીકે ઓનલાઇન નોંધણી કરાવશે. વધુ રસ ધરાવતા લોકો ઓફિશ્યલ બ્રોશર તપાસી શકે છે.