મમતા ચૌધરી (Mamta Choudhary) પ્રથમ મહિલા છે, જેઓ પોતાનું ગામ છોડીને વિદેશમાં નોકરી કરે છે. હાલમાં તે ક્રૂ મેમ્બર તરીકે કામ કરી રહી છે. તેના સંઘર્ષની વાર્તાએ ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા છે. મમતા રાજસ્થાનના એક નાના ગામની રહેવાસી છે. જણાવી દઈએ કે, તે ગામની દીવાલ ઓળંગીને વિદેશ પહોંચી ગઈ છે. મમતા એવા માહોલમાં આગળ છે જ્યાં લોકો મહિલાઓ માટે ઘર અને રસોડાથી આગળ વિચારતા નથી. આજે તેમની સફળતા દરેક માટે પ્રેરણારૂપ છે.
પાસપોર્ટ ન હોવાને કારણે મમતાએ નોકરી ગુમાવી દીધી હતી. આ દરમિયાન, તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય માટે તે તેના ઘરે પાછી ફરી હતી. તે પછી તે ફરીથી દિલ્હી આવી અને મોડલિંગ શરૂ કરી હતી. ત્યારબાદ 2022માં તેને અબુ ધાબીમાં કેબિન ક્રૂ તરીકે નોકરી મળી હતી. વિદેશમાં નોકરી મેળવનારી તે પોતાના ગામની પ્રથમ મહિલા બની હતી.