ભારતીય રેલ્વેમાં જનરલ મેનેજર, ચેરમેન તથા અન્ય 36 પોસ્ટ માટે ઈમોશનલ ક્વોટેન્ટ (Emotional Quotient, EQ) ટેસ્ટ ફરજિયાત લેવામાં આવશે. પેનલ પ્રક્રિયાના ભાગરૂપે 36 રેલ્વે પોસ્ટ માટે ઈમોશનલ ક્વોટેન્ટ ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવી છે. જેના અંતર્ગત વ્યક્તિત્વ અને ફિટનેસનું આકલન કરવા માટે 15 થી 20 મિનિટ માટે ઓનલાઈન આ પરીક્ષા લેવામાં આવશે. (પ્રતિકાત્મક તસવીર)
ભારતીય રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, 12થી વધુ ખાલી પડેલ જગ્યાઓ માટે આગામી પેનલ પ્રક્રિયામાં પહેલીવાર ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ટેસ્ટ સ્કોરના આધારે અરજીકર્તા આ નોકરી માટે ફિટ છે કે નહીં તે જાણી શકાશે. GMએ ફીલ્ડવર્કનું કામ કરવાનું રહે છે, તથા નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલ્વેના ડાયરેક્ટર જનરલે ડેસ્ક વર્ક કરવાનું રહે છે. (પ્રતિકાત્મક તસવીર)
રેલ્વે અધિકારીએ જણાવ્યું છે કે, રેલ્વે પોતાના અધિકારીઓની ઈમોશનલ ઈન્ટેલિજેન્સને વધુ મહત્વ આપે છે. આવનારા સમયમાં તેમને DRMની પોસ્ટ પર સિલેક્શનમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. મે 2022માં ભારતીય રેલ્વે બોર્ડે જણાવ્યું હતું કે, ઈન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ (IRMS) નું નિર્માણ કરી શકાય તે માટેરેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સભ્યોની સાથે સાથે સચિવ કક્ષાની 7 પોસ્ટ સહિત 29 પોસ્ટને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
દિશાનિર્દેશમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, અધિકારીના વ્યક્તિત્વનું આકલન કરવા માટે પાંચ સ્તર પર EQ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં સેલ્ફ પર્સેપ્શન, સેલ્ફ એક્સપ્રેશન, ઈન્ટરપર્સનલ સ્કિલ, ડિસીઝન મેકિંગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. સત્તાવારઆંકડાઓ અનુસાર ભારતીય રેલ્વેમાં 1.2 મિલિયનથી વધુ લોકો કાર્યરત છે. 36 ટોપ મેનેજર માટે જ EQ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)
GMની 27 પોસ્ટને ટોપ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવી છે. જે પણ અધિકારીઓ આ પોસ્ટને પાત્ર છે, તે તમામને ટોપ ગ્રેડની પોસ્ટ મળશે. કેબિનેટ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, IRMSના અધિકારીઓ જ રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને CEO બની શકશે. જે માટે સ્વતંત્રસભ્યોની સંખ્યા સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. તેઓ ગેર કાર્યકારી સભ્ય હશે અને બોર્ડની બેઠકમાં ભાગ લેશે. તેઓ રેલ્વેના નિયમિતરૂપના કામકાજમાં શામેલ નહીં થાય. તેમનો કામકાજનો અનુભવ ઈન્ડિયન રેલ્વેને રણનૈતિક યોજનાઓ બનાવવામાં મદદ કરશે. (પ્રતિકાત્મક તસવીર)