Indian Navy Recruitment 2022: ભારતીય નૌસેના (Indian Navy), ડોકયાર્ડ, મુંબઈએ 18 જૂનના રોજ 338 એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ITI ક્વોલિફાઈડ મહિલા અને પુરુષ ઉમેદવાર ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોપ્લેટર, મરીન એન્જિન ફિટર, ફાઉન્ડ્રી મેન, પેટર્ન મેકર, મિકેનિક ડીઝલ, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મશીનિસ્ટ, મિકેનિક મશીન ટૂલ મેન્ટેનન્સ, પેઇન્ટર (જનરલ), શીટ મેટલ વર્કર, પાઇપ ફિટર, મિકેનિક રેફ એન્ડ એસી, ટેલર (જનરલ), વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક), ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, શિપરાઇટ વુડ, ફિટર, મેસન બિલ્ડીંગ કન્સ્ટ્રક્ટર, I અને CTSM, શિપરાઇટ સ્ટીલ, રિગર, ફોર્જર અને હીટ ટ્રીટર માટે અરજી કરી શકશે. આ ભરતી માટેની તમામ વિગતવાર માહિતી અહીંયા આપવામાં આવી છે.
કઈ તારીખથી અરજી કરી શકાશે: 21 જૂનના સવારે 10 વાગ્યાથી
અરજી કરવાની અંતિમ તારીખ: 8 જુલાઈ 2022
ઈલેક્ટ્રિશિયન 49
ઈલેક્ટ્રોપ્લેટર 1
મરિન એન્જિન ફિલ્ટર 36
ફાઉન્ડ્રી મેન 2
પેટર્ન મેકર 2
મિકેનિક ડીઝલ 39
ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક 8
મશિનિસ્ટ 15
મિકેનિક મશીન ટુલ મેઈન્ટેનન્સ 15
પેઈન્ટર (જનરલ) 11
શીટ મેટલ વર્કર 3
પસંદગી પ્રક્રિયાઃ પ્રિલિમ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને મેરિટના આધાર પર સપ્ટેમ્બર 2022માં ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. એપ્રેન્ટીસ ટ્રેડ અનુસાર લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના આધાર પર ફાઈનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જો કોઈ ઉમેદવારે એકસરખા ગુણ પ્રાપ્ત કર્યા હશે, તો જે ઉમેદવારના ITIમાં વધુ માર્ક્સ હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.