Success Story IAS Kanika Rathi: હરિયાણાના બહાદુરગઢની રહેવાસી કનિકા રાઠીએ UPSC પરીક્ષામાં સફળતા મેળવીને પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે. કનિકાએ સિવિલ સર્વિસ પરીક્ષામાં 64મો રેન્ક મેળવીને બાળપણનું સપનું પૂરું કર્યું છે. કનિકાએ UPSC પરીક્ષાની તૈયારી માટે સરકારી નોકરી (Government Job) છોડી દીધી હતી. તેણી તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેના માતા-પિતા અને પરિવારને આપે છે.
કાનિકાના અભ્યાશ વિષે : IAS કનિકા રાઠીના પિતા નરેશ રાઠી એન્જિનિયર છે. તેમના કાકા ડૉ. અનિલ રાઠી ઝજ્જરના મેડિકલ વિભાગમાં વરિષ્ઠ ડૉક્ટર છે. તેમજ માતા નીલમ ત્રિપાઠી શિક્ષક (IAS Kanika Rathi Family) છે. કનિકા રાઠી તેના શાળાના સમયથી જ ખૂબ જ હોશિયાર હતી. તેણે બાલ ભારતી સ્કૂલ, બહાદુરગઢમાંથી ધોરણ 12 પાસ કર્યા પછી દિલ્હીની કિરોરી મલ કોલેજમાંથી ગણિત સાથે B.Sc પૂર્ણ કર્યું છે.
ક્યારથી શરૂ કરી તૈયારી: IAS કનિકા રાઠીએ વર્ષ 2015માં UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. તેણે દિલ્હીના કરોલ બાગ સ્થિત કોચિંગ સેન્ટરમાંથી UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. વર્ષ 2016 અને 2017માં નિષ્ફળ ગયા બાદ તેણે સરકારી નોકરી (Government Job) માટે તૈયારી શરૂ કરી. તેણે અશોકા યુનિવર્સિટીમાંથી લિબરલ સ્ટડીઝમાં પીજી પણ કર્યું છે.
સરકારી નોકરી માંથી રિઝાઈન: વર્ષ 2019 માં, કનિકા રાઠીને ગૃહ મંત્રાલયમાં નોકરી મળી. પટનાના આઈબી વિભાગમાં થોડો સમય સરકારી નોકરી કર્યા બાદ તેના માતા-પિતાની સંમત્તિથી રિઝાઈન કર્યું. 30 એપ્રિલ 2022 ના રોજ UPSC ઇન્ટરવ્યુ આપ્યા પછી, તેનું પરિણામ 30 મે 2022 ના રોજ આવ્યું. UPSC પરીક્ષામાં 64મો રેન્ક જોઈને તેની ખુશીનો પાર રહ્યો ન હતો. આખરે, તેણીએ ચોથા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી અને IAS બની.
કઇરીતે કરી તૈયારી: IAS કનિકા રાઠીને ગાર્ડનિંગ અને પેઇન્ટિંગનો પણ ઘણો શોખ છે. તે દિવસમાં 5-6 કલાક અભ્યાસ કરતી હતી અને રિવિઝનને સફળતાનો આધાર માનતી હતી. તેણે એક વર્ષ માટે કોચિંગનો આશરો લીધો હતો, પરંતુ તે પછી તેણે સ્વ-અભ્યાસ (IAS Success tips)ને પ્રાધાન્ય આપ્યું. આ માટે તેણે યુટ્યુબ પરના ટ્યુટોરિયલ્સની મદદ પણ લીધી.