Home » photogallery » career » UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

UPSC Toper Tips, IAS Saloni Verma: યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા (UPSC)ની તૈયારી માટે લાખો લોકો સપનું જોતા હોય છે અને તેમાંથી ઘણાં આ સપનું પૂરું કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કોચિંગ ક્લાસિસ પાછળ કરતા હોય છે. પરંતુ અહીં અમે તમને એક એવા મહિલા IAS અધિકારી સલોની વર્માની કરી રહ્યા છે કે જેમણે પોતાના દમ પર કોચિંગ ક્લાસિસ વગર પરીક્ષા પાસ કરીને સફળતા હાંસલ કરી છે.

  • 17

    UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

    UPSC Success Tips: સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને હવે યુવાનો વધુ જાગૃત થઈ રહ્યા છે. પરંતુ તેઓ ખોટી સલાહ કે પછી ખોટા કોચિંગ સેન્ટર પસંદ કરી લેવાથી યુવાનોને તેમને ભૂલ મોડી સમજાતી હોય છે. પરંતુ ઘણાં એવા યુવાનો છે કે જેઓ આર્થિક રીતે કે કોઈ બીજા કારણે કોચિંગ ક્લાસિસ વગર જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરુ કરતા હોય છે. પરંતુ આવામાં લક્ષ્ય ઊંચું હોય તો શું કરવું તેવી મુઝવણ તેમને થતી હોય છે, આ મુઝવણને દૂર કરવા માટે UPSC ટોપર IAS સલોની વર્માએ મહત્વની સલાહ આપી છે.

    MORE
    GALLERIES

  • 27

    UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

    IAS-IPS બનવાનું સપનું જોઈને બેઠેલા પરંતુ પોતાની રીતે જ મહેનત કરીને આગળ વધવા માગતા યુવાનોને IAS સલોની વર્મા મહત્વની સલાહ આપી રહ્યા છે. તેઓ મૂળ જમસેદપુર, ઝારખંડના રહેવાસી છે, પરંતુ તેમનો મોટાભાગનો સમય દિલ્હીમાં પસાર થયો છે. સલોની વર્માએ ગ્રેજ્યુએશન પછી તરત જ યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા માટે તૈયારી શરુ કરી દીધી હતી. તેમણે પોતાની બીજી તકમાં યુપીએસસી ક્લીયર કરીને 70મો રેંક હાંસલ કર્યો હતો. તેમની સફળતા પાછળની સૌથી મોટી વાત એ છે કે તેમણે કોઈ કોંચિંગ વગર જાતે જ મહેનત કરી હતી.

    MORE
    GALLERIES

  • 37

    UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

    પોતાની ક્ષમતા અને રસને ઓળખ્યાઃ IAS સલોની વર્માનું માનવું છે કે યુપીએસસી સિવિલ સેવાની તૈયારી શરુ કરતા પહેલા આપણે પોતાની ક્ષમતા અને રસને સમજવો જોઈએ, જે પછી યુપીએસસી ટોપર્સના ઈન્ટરવ્યુ અને બ્લોગ વાંચવા જોઈએ. આ બધું કરવાથી યુપીએસસીને તમે સમજી શકશો. તેઓ કહે છે કે યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા પાસ કરવા માટે કોચિંગ જરુરી નથી. યોગ્ય ગાઈડન્સ ના મળે ત્યારે કોચિંગની જરુર પડતી હોય છે. પરંતુ અંતતઃ સખત મહેનત અને સેલ્ફ સ્ટડીથી સફળતા હાંસલ થાય છે.

    MORE
    GALLERIES

  • 47

    UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

    સિલેબસને સમજીને સ્ટડી મટિરિયલ તૈયાર કરોઃ આઈએએસ સલોની વર્મા જણાવે છે કે તેમણે સિલેબસને સમજ્યો અને સ્ટડી મટિરિયલ તૈયાર કર્યું. તેમનું માનવું છે કે ઓછા સમયમાં સફળતા હાંસલ કરવા માટે યોગ્ય સ્ટ્રેટેજી જરુરી છે. આ સાથે નિષ્ફળતા પર હતાશ થવાની જરુરી નથી. તેઓ પોતે પણ પહેલા અટેમ્પ્ટમાં નિષ્ફળ રહ્યા હતા. પરંતુ બીજા પ્રયાસમાં તેમનું પરિણામ સારું આવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 57

    UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

    રિવિઝન, આન્સર રાઈટિંગ પ્રેક્ટિસ પણ જરુરીઃ આઈએએસ સલોની વર્મા મુજબ યુપીએસસી સિવિલ સેવા પાસ કરવા માટે તમે દરરોજ પ્રયાસ કરતા રહેવું જોઈએ. જ્યાં સુધી આમ નહીં કરો ત્યાં સુધી સફળતા મળશે નહીં. અંતમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વધારે રિવિઝન, આન્સર રાઈટિંગની પ્રેક્ટિસ અને પોઝિટિવ એટિટ્યુડ રાખવો જરુરી છે.

    MORE
    GALLERIES

  • 67

    UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

    શિડ્યુલ બનાવીને તૈયારી કરવી જોઈએઃ સલોની વર્મા સલાહ આપે છે કે સિવિલ સેવા માટે અભ્યાસનું શિડ્યુલ બનાવવું જોઈએ. જેમાં તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જે શિડ્યુલ તૈયાર કર્યું હોય તે પ્રમાણે અભ્યાસ શરુ કરવો જોઈએ, જેનાથી ટાઈમ મેનેજમેન્ટ થશે.

    MORE
    GALLERIES

  • 77

    UPSC Success Tips: કોચિંગ ક્લાસ વગર કઈ રીતે ક્રેક કરી યુપીએસસી પરીક્ષા? IAS સલોની વર્માએ આપી 5 ટિપ્સ

    સમજી વિચારીને ઓપ્શનલ વિષય પસંદ કરવો: IAS સલોની વર્મા જણાવે છે કે સમજી વિચારીને જ ઓપ્શનલ વિષય પસંદ કરવો જોઈએ. તેઓ જણાવે છે કે, પુસ્તકો સિવાય જરુર પડે તો ઈન્ટરનેટ પરથી પણ સ્ટડી મટિરિયલ મેળવી શકાય છે.

    MORE
    GALLERIES