Jobs and career: તમે આ કહેવત તો સાંભળી જ હશે- 'ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન'. કારકિર્દી નિષ્ણાતોના (Career specialists) મતે નોકરી (Jobs) માટે અરજી કરતી વખતે રેઝ્યૂમે એ જ પ્રથમ છાપ ગણવામાં આવે છે. તમારા બાયોડેટાથી પ્રભાવિત થઈને, તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. (પ્રતિકાત્મક તસવીર)
આ ભૂલો ટાળવી મહત્વપૂર્ણ છે: બાયોડેટા બનાવ્યા પછી તેને મોકલતા પહેલા તેને સારી રીતે તપાસો. જો તમે ઇચ્છો તો તમારા મિત્રો, સહકર્મીઓ અથવા વરિષ્ઠો દ્વારા તેને ક્રોસ ચેક કરાવો. તમારા બાયોડેટામાં સંપર્ક વિગતો બરાબર અને ફક્ત તમે દરરોજ ઉપયોગ કરો છો તે જ આપો. બાયોડેટામાં ઘણી બધી અંગત કે બિનજરૂરી વિગતો ન લખો અથવા તમારી જૂની નોકરી છોડવાના કારણો ન આપો. (પ્રતિકાત્મક તસવીર)