Gujarat Board 10th-12th Exams: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ બહાર પાડી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના કેલેન્ડર મુજબ ધો.10, ધો.12 સાયન્સની પરીક્ષા 28મી માર્ચ 2022થી 12મી એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાનો કાર્યક્રમ અહીંયા આપવામાં આવેલો છે જેના આધારે વિદ્યાર્થીઓ અને વાલીઓ તૈયારીને આખરી ઓપ આપી શકશે