GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી સિનિયર ક્લાર્કની ભાગ-1ની (GSSB Recruitment 2022 Senior clerk Exam) પરીક્ષા આપનારા ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. અગાઉ આ પરીક્ષાની કોમ્યુટર પ્રોફિશિયન્સી (GSSB Senior Clerk CPT Dates) ટેસ્ટ માટેની તારીખો જાહેર કરવામાં આવી નહોતી. આ પરીક્ષાની ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. જોકે, હવે આ પરીક્ષાની તારીખોનો ( GSSSB Senior Clerk CPT Schedule) અંદાજ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિવાદોના ઘેરામાં આવી ગયેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી જ્યારથી અસિત વોરાના દૂર કરી અને આઈએએસ અધિકારી એ.કે. રાકેશની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી મંડળની કામગીરી તેજ રફતારે ચાલી રહી છે. એક પછી એક ભરતીઓ વિના વિઘ્ને પાર પડી રહી છે અને વહીવટી પારદર્શિતા પણ જોવા મળી રહી છે.