Home » photogallery » career » GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે કરી મહત્વની જાહેરાત

GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે કરી મહત્વની જાહેરાત

GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, દરેક ઉમેદવારો માટે છે ખાસ

  • 14

    GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે કરી મહત્વની જાહેરાત

    GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનીયર ક્લાર્ક વર્ગ સંવર્ગ-3ની (Gsssb Senior Clerk)કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટની (GSSSB Senior Clerk Computer Proficiency Re Test)પરીક્ષા 20 જૂન 2022ના રોજ બે સેશનમાં યોજાઇ હતી. જોકે કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને ઉમેદવારો તરફથી ઘણી રજુઆતો મળી હતી. જેથી મંડળે ટેકનિકલ તપાસ અન્વયે કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક રીટેસ્ટની વ્યવસ્થા કરી છે. જેને અનુલક્ષીને 6 જુલાઇ 2022ના રોજ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ (Computer Proficiency Re Test)લેવાનું નક્કી કરાયું છે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. એટલે કે 20 જૂનના રોજ બે સેશનમાં લેવાયેલી કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ રદ કરવામાં આવી નથી.

    MORE
    GALLERIES

  • 24

    GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે કરી મહત્વની જાહેરાત

    6 જુલાઇના રોજ યોજાનારી કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટનો પ્રથમ સેશનનો સમય સવારે 11.00 થી 12.30 કલાક રહેશે. જ્યારે બીજા સેશનનો સમય બપોરે 3.30થી 5.00 કલાક સુધીનો રહેશે. 20 જૂનના રોજ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં જે ઉમેદવારોએ પ્રથમ સેશનમાં કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આપી હોય તેમણે 6 જુલાઇના રોજ પ્રથમ સેશનમાં કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આપવાની રહેશે. જે ઉમેદવારોએ બીજા સેશનમાં કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આપી હોય તેમણે 6 જુલાઇના રોજ બીજા સેશનમાં આપવાની રહેશે.

    MORE
    GALLERIES

  • 34

    GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે કરી મહત્વની જાહેરાત

    20 જૂનના રોજ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં જે ઉમેદવારો પ્રથમ અને બીજા સેશનમાં ગેરહાજર રહ્યા હોય તેવા ઉમેદવારો 6 જુલાઇના રોજ વૈકલ્પિક/સ્વૈચ્છીક કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ આપી શકશે નહીં.

    MORE
    GALLERIES

  • 44

    GSSSB Recruitment 2022: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ પરીક્ષા માટે કરી મહત્વની જાહેરાત

    ઉમેદવારોએ પ્રથમ અને બીજા સેશન માટે પોતાનો કોલલેટર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવી રાખવી પડશે. જે ઉમેદવારો 6 જુલાઇના રોજ પ્રથમ અને બીજા સેશનમાં વૈકલ્પિક/સ્વૈચ્છીક કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી રીટેસ્ટ આપશે તેમના 20 જૂનના રોજ લેવાયેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટના ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં.

    MORE
    GALLERIES