GSEB 12 Science-GUJCET Result: રાજ્યમાં ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષાનું ( GSEB HSC Result 2022) પરિણામ ગુરૂવારે જાહેર થવાનું છે. આ પરિણામની સાથે સાથે ગુજકેટ 2022નું ( GSEB HSC Result 2022) પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ સવારે 10.00 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પરથી આ પરિણામ જાણી શકશે. પરિણામ જાણવા માટે ઉમેદવારોએ પોતાનો બેઠક ક્રમાંક નાખવાનો રહેશે. જોકે, આ રિઝલ્ટ ઓનલાઈન જાહેર થશે ત્યારે સૌના મનમાં પ્રશ્ન હશે કે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થયા પછી આ પરિણામ શાળામાંથી હાર્ડકોપની સ્વરૂપે ક્યારે મળશે. બોર્ડ દ્વારા આ અંગે નોટિફીકેશન (GSEB HSC Result 2022 Notification)માં સૂચનાઓ આપવામાં આવી છે.
બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ કોઈ વિદ્યાર્થીને ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટે જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયમત ફોર્મ ગુણપત્રક અને પ્રમાણ પત્ર સાથે શાળાઓને મોકલી આપાવામાં આવશે. જેની શાળાઓએ અને આચાર્યએ તેમજ વાલી વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.