Jobs And Career: અત્યારે સરકારી નોકરીઓ (Government jobs) માટે ચારે બાજુથી ભરતી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ - 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આમ અરજી કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે.
ધ્યાન રાખવા જેવી બાબત: ઉમેદવારો માટે ખાસ નોંધ એ છે કે ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના આખરી સમય સુધી Editable છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી.. ઓનલાીન કરેલી અરજીમમાં વિગત-માહિતી ભરતવામાં કોઈ ભૂલ થાય તો Edit વિકલ્પમાં જઈ વિગત સુધારી લેવી. નવી અરજી ન કરવી. નવી અરજી કરતી વખતે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની સહી ફોટો અને અન્ય વિગતો ચકાસી તેની ખરાઈ કરવી. જો ભૂલ હોય તો સુધારો કરી લેવો.